Site icon Revoi.in

ઉત્તરાખંડને મળી પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેંટ – પીએમ મોદીએ વીડિયો કોન્ફોરન્સ ટ્રેનનો આરંભ કરાવ્યો

Social Share

દહેરાદૂન – આજરોજ ગુવારે ઉત્તરાખંડને પહેલી વંદે ભારત ટ્રેનની ભએંટ મળી  છે. દેહરાદૂનને રાજ્યની પ્રથમ સેમી હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેનને રવાના કરવામાં આવી છે છે. 25 મે, ગુરુવારે સવારે 11 વાગ્યે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું.

જાણકારી અનુસાર આ ટ્રેનનું આમ તો 28 મેથી રેગ્લુર સંચાલન  શરુ થશે.હનવે આ ટ્રેનના માધ્યમથી દિલ્હીથી દહેરાદૂનનો સમય ઘટી જશે સામાન્ય રીતે  દિલ્હીથી દેહરાદૂન જવામાં 5-6 કલાક લાગે છે. પરંતુ વંદે ભારત શરૂ થયા બાદ આ યાત્રા 4 કલાક 20 મિનિટમાં પૂર્ણ કરશે. આ દરમિયાન, માર્ગમાં 6 સ્ટોપેજ હશે.

આ પ્રસંગે વીડિયો કોન્ફોરન્સ દ્રારા પીએમ મોદીએ સંબોધન કર્યું  સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે પર્વતમાલા યોજના ઉત્તરાખંડનું ભવિષ્ય બદલવા જઈ રહી છે. આ ટ્રેન શરૂ થવાથી રાજ્યમાં આવતા મુસાફરો માટે લાભદાયક રહેશે. વંદે ભારત ભારતના સામાન્ય પરિવારોની પ્રથમ પસંદગી બની રહ્યું છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે થોડા કલાકો પહેલા જ હું ત્રણ દેશોની મુલાકાત લઈને આવ્યો છું, આજે આખી દુનિયા ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે. જે રીતે આપણે આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરી છે, જે રીતે આપણે ગરીબી સામે લડી રહ્યા છીએ તેનાથી સમગ્ર વિશ્વનો વિશ્વાસ પ્રેરિત થયો છે.કે ઉત્તરાખંડ જે રીતે કાયદો અને વ્યવસ્થાને સર્વોપરી રાખીને વિકાસના અભિયાનને આગળ ધપાવી રહ્યું છે તે પ્રશંસનીય છે. હું માનું છું કે આ દેવભૂમિ આવનારા સમયમાં સમગ્ર વિશ્વની આધ્યાત્મિક ચેતના માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આપણે ઉત્તરાખંડનો પણ આ ક્ષમતા અનુસાર વિકાસ કરવો પડશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે આ રેલવેનો સુવર્ણ યુગ છે. દેશી બનાવટની સેમી હાઈસ્પીડ ટ્રેન અહીંથી દોડશે. ટૂંક સમયમાં આવી ટ્રેનો દૂરના વિસ્તારોમાં પણ દોડાવવામાં આવશે. પર્વત માટે આ બધું એક સ્વપ્ન હતું. ટૂંક સમયમાં ઋષિકેશથી કર્ણપ્રયાગ સુધી ટ્રેન દોડાવવામાં આવશે

જો ટ્રેનના ભાડા વિશે વાત કરીએ તો સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનના 8 કોચમાં 570 લોકોના બેસવાની સુવિધા રાખવામાં આવી છે. આ સાથે દિલ્હીથી દેહરાદૂન સુધીની ઈકોનોમી ક્લાસ ટ્રેનનું ભાડું 1890 રૂપિયા અને ચેર કારનું ભાડું 1065 રૂપિયા છે. આ સિવાય દેહરાદૂનથી હરિદ્વાર સુધી ઈકોનોમી ક્લાસનું ભાડું 955 રૂપિયા અને ચેર કારનું ભાડું 540 રૂપિયા ચૂકવવાનું રહેશે.આ સહીત અનક સુવિધાોથી આ ટ્રેન સજ્જ છે.ટ્રેનમાં તમામ લક્ઝરી સુવિધાઓનો લાભ મુસાફરોને મળશે. ટ્રેનની સીટને 180 ડિગ્રી સુધી ફેરવી શકાય છે. સાથે જ ટ્રેનમાં ગ્રીન વોશરૂમ, ઓટોમેટેડ ડોર અને સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.