Site icon Revoi.in

પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા અને રાજસ્થાનના CM ભજનલાલ સાથે મુલાકાત કરી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને કર્ણાટકના રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજસ્થાનના નવા સીએમ ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રીHD દેવગૌડા, JD(S) કર્ણાટકના વડા  HD કુમારસ્વામી અને HD રેવન્ના સાથે મુલાકાત કરી હતી. તેમણે દેશની પ્રગતિમાં તેમના અનુકરણીય યોગદાન માટે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “પૂર્વ પીએમ શ્રી એચડી દેવગૌડા,  એચડી કુમારસ્વામી જી અને એચડી રેવન્ના જીને મળીને હંમેશા આનંદ થાય છે.

ભારત દેશની પ્રગતિમાં દેવેગૌડાજીનું અનુકરણીય યોગદાનની ખૂબ પ્રશંસાને યોગ્ય છે. વિવિધ નીતિ વિષયક બાબતો પરના તેમના વિચારો સમજણભર્યા અને ભવિષ્યવાદી છે.”

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રીઓ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું: “રાજસ્થાનના સીએમ,  ભજનલાલ શર્મા, ડેપ્યુટી સીએમ, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.