Site icon Revoi.in

લિજેન્ડ અભિનેતા દિલીપ કુમારના નિધન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુંઃ- કહ્યું, ‘તેમની વિદાય આપણી સાંસ્કૃતિક દુનિયા માટે ખોટ’

Social Share

 

દિલ્હીઃ- મશહુર અભિનેતા દિલીપ કુમારના નિધનના સમાચારથી દેશભરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, અનેક લોકો તેમને યાદ કરી રહ્યા છે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધનને લઈને દુખ વ્યક્ત કર્યું છે.

પીએમ મોદીએ તેમના મૃત્યુને સાંસ્કૃતિક દુનિયાની મોટી ખોટ ગણાવી છે,ઉલ્લેખનીય છે કે અભિનેતા દિલીપ કુમાર લાંબા સમયની બિમારી બાદ આજરોજ સવારે દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા છે. 98 વર્ષની ઉંમરે તેમણે મુંબઈ સ્થિત હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીઘા હતા.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, “દિલીપ કુમારજીને એક સિનેમાય લિજેન્ડ તરીકે યાદ કરવામાં આવશે,તેઓ અદ્રીતિય પ્રતિભાના ઘનિ હતા, જેના કારણે પેઢીઓના પ્રેક્ષકો મંત્રમુગ્ઘ થયા. તેમનું ચાલ્યા જવું એ આપણા સાંસ્કૃતિક દુનિયા માટે એક ખોટ છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે સંવેદના. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.”

ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમાર લાંબા સમયથી ઉંમર સંબંઘિત બીમારીઓથી પરેશાન હતા, ઘણા સમયથી તેઓ હોસ્પિટલમાં અવાર નવરા સારવાર લઈ રહ્યા હતા, છેલ્લા કેટચલાક દિવસોમાં તેમની તબિયત નાદુરસ્ત જાણાઈ હતી છેવટે તેમણે આજે વહેસલી સવારે અંતિમ શ્વાસ લીઘા હતા, તેમના મૃત્યુથી સિનેમાજગતને મોટી ખોટ વર્તાઈ છે.