Site icon Revoi.in

સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતી પર PM મોદીએ શ્રદ્ધાંજલિ

Social Share

નવી દિલ્હીઃ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજ સેવિકા સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલેની આજે જન્મ જ્યંતિ છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ નામના નાનકડા ગામમાં થયો હતો. તેઓ ભારતના પહેલી બાલિકા વિદ્યાલયના પ્રથમ પ્રિન્સિપાલ અને પ્રથમ કિસાન સ્કૂલના સ્થાપક હતા. પીએમ નરેન્દ્ર મોદીએ સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “હું પ્રેરણાદાયી સાવિત્રીબાઈ ફુલેજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ આપણી નારી શક્તિની અદમ્ય ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમનું જીવન મહિલાઓને શિક્ષિત અને સશક્તિકરણ માટે સમર્પિત હતું. સામાજિક સુધારણા અને સમુદાય સેવા પર તેમનું ધ્યાન એટલું જ પ્રેરણાદાયક છે.”