Site icon Revoi.in

આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભઃ PM મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી

Social Share

અમદાવાદઃ આઝાદીના 75માં વર્ષની ઉજવણીના અવસરે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવીને અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. અમદાવાદના ગાંધી આશ્રમથી 81 જેટલા પદયાત્રીઓ દાંડીયાત્રામાં જોડાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા સાબરમતી આશ્રમ ગયા હતા. જ્યાં તેમણે ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી અર્પણ કરીને નમન કર્યાં હતા. આ ઉપરાંત તેમણે આશ્રમની વિઝિટ બુકમાં નોંધ કરી હતી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ઐતિહાસિક દાંડી યાત્રાની સ્મૃતિમાં સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધીના 386 કિલોમીટરની યાત્રાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો છે દાંડીયાત્રામાં આવતા દરેક સ્થળે આઝાદીની ચળવળમાં મહત્વના દેશભક્તિને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાઇકલ ,બાઇક રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમ,વૃક્ષારોપણ ,ક્રરાફટ બજાર સહિતના રચનાત્મક કાર્યક્રમો યોજવામા આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાબરમતી આશ્રમની મુલાકાતને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.