Site icon Revoi.in

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાશે,મંત્રી રજૂ કરશે પોતાના કામકાજના રિપોર્ટ કાર્ડ

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંગળવારે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાશે. આ બેઠક રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં બપોરે 3.45 વાગ્યે શરૂ થશે.પ્રધાનમંત્રી મોદીની મંત્રીમંડળમાં ફેરબદલ બાદ રચાયેલી નવી મંત્રી પરિષદની આ ત્રીજી બેઠક હશે. કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક સાંજે 6.30 સુધી શરૂ રહેશે.

આ દરમિયાન મંત્રી પરિષદના કામની પણ સમીક્ષા કરવામાં આવશે. આ સાથે મંત્રીઓના કામનો રિપોર્ટ અને રોડ મેપ તેમને આપવામાં આવશે. આ પછી, રાષ્ટ્રપતિ ભવનમાં રાત્રે 8 વાગ્યે મંત્રી પરિષદના તમામ સભ્યો માટે રાત્રિભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારી આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે. સામાન્ય રીતે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક રાષ્ટ્રપતિ ભવનમાં થતી નથી, પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ ભવનના સભાગૃહમાં બેઠક યોજાઈ રહી છે.

પીએમ મોદીની અધ્યક્ષતામાં થનારી કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં પીએમ મંત્રીઓ સાથે કોવિડની સ્થિતિ અને લેવાના પગલાં અંગે વાત કરી શકે છે. આ પહેલા પણ ઘણી વખત કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં પીએમ મોદીએ ભીડભાડવાળા સ્થળોએ લોકો દ્વારા કોવિડ -19 ના નિયમોનું પાલન ન કરવા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે,બેદરકારી માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ અને એક નાની ભૂલ મહામારી સામેની લડાઈને નબળી બનાવીને દૂરગામી પરિણામો લાવી શકે છે.