1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાશે,મંત્રી રજૂ કરશે પોતાના કામકાજના રિપોર્ટ કાર્ડ
પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાશે,મંત્રી રજૂ કરશે પોતાના કામકાજના રિપોર્ટ કાર્ડ

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાશે,મંત્રી રજૂ કરશે પોતાના કામકાજના રિપોર્ટ કાર્ડ

0
  • કેન્દ્રીય મંત્રી પરિષદની યોજાશે બેઠક
  • પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક
  • મંત્રી રજૂ કરશે પોતાના કામકાજના રિપોર્ટ કાર્ડ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંગળવારે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાશે. આ બેઠક રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં બપોરે 3.45 વાગ્યે શરૂ થશે.પ્રધાનમંત્રી મોદીની મંત્રીમંડળમાં ફેરબદલ બાદ રચાયેલી નવી મંત્રી પરિષદની આ ત્રીજી બેઠક હશે. કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક સાંજે 6.30 સુધી શરૂ રહેશે.

આ દરમિયાન મંત્રી પરિષદના કામની પણ સમીક્ષા કરવામાં આવશે. આ સાથે મંત્રીઓના કામનો રિપોર્ટ અને રોડ મેપ તેમને આપવામાં આવશે. આ પછી, રાષ્ટ્રપતિ ભવનમાં રાત્રે 8 વાગ્યે મંત્રી પરિષદના તમામ સભ્યો માટે રાત્રિભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારી આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે. સામાન્ય રીતે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક રાષ્ટ્રપતિ ભવનમાં થતી નથી, પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ ભવનના સભાગૃહમાં બેઠક યોજાઈ રહી છે.

પીએમ મોદીની અધ્યક્ષતામાં થનારી કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં પીએમ મંત્રીઓ સાથે કોવિડની સ્થિતિ અને લેવાના પગલાં અંગે વાત કરી શકે છે. આ પહેલા પણ ઘણી વખત કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં પીએમ મોદીએ ભીડભાડવાળા સ્થળોએ લોકો દ્વારા કોવિડ -19 ના નિયમોનું પાલન ન કરવા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે,બેદરકારી માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ અને એક નાની ભૂલ મહામારી સામેની લડાઈને નબળી બનાવીને દૂરગામી પરિણામો લાવી શકે છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.