- પીએમ મોદી 24 એપ્રિલના રોજ લેશે કાશ્મીરની મુલાકાત
- કાશ્મીરી પંડિતોને પણ મળશે
- 370 નાબૂદ થયા બાદ તેમની આ પહેલી મુલાકાત હશે
શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાથી કલક 370 હટાવ્યા બાદ અનેક નેતાઓ જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ ચૂક્યા છે આ સાથે જ દેશવિદેશમા મંત્રીઓ એ પણ અહીંની સ્થિતિનું નિરિક્ષણ કર્યું છે, ત્યારે ગહવે કલમ 370 હટાવ્યા બાદ પહેલી વખત દેશના પ્રધાનમંત્રી જમ્મુ કાશ્મીરની મુલાકાત કરનાર છે.
ઉલિલેખનીય છે કે પીએમ મોદીના કારણે ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે ભાજપની વિચારસરણી સ્પષ્ટ છે કે જે પણ સામાન્ય લોકો સામે હથિયાર ઉઠાવશે તે પોતાની કબર ખોદશે. ભાજપ ઘાટીમાંથી આતંકવાદને ખતમ કરવા અને ત્યાં સમાન વિકાસની તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે. કાશ્મીરમાં શાંતિ સ્થાપવાનું અમારું સપનું છે અને અમે આ દિશામાં પ્રયાસો કરતા રહીશું.
પીએમ મોદી આ મિહાની 24 તારિખે કાશ્નમીરની મુલાકાત લેશે આ સાથે જ અહીં તેઓ કાશ્મીરી પંડિતોને પણ મળશે . ભાજપના રાષ્ટ્રીય સંગઠન સચિવ અશોક કૌલે આ માહિતી આપી હતી. કૌલે એ પણ જણાવ્યું કે મુલાકાત દરમિયાન પીએમ મોદીને કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિઓ સાથે મળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી કરીને તેઓ પોતે પણ તેમની સમસ્યાઓ પીએમ સાથે શેર કરી શકે.આ અગાઉ મંગળવારે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરને આતંકવાદની રાજધાનીમાંથી પર્યટનની રાજધાની બનાવી દીધું છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી કાશ્મીર ફરીથી પ્રવાસીઓથી ઘમઘમતું થયું છે અહીના લોકો બેફઇકર થખીને જીવી રહ્યા છએ આતંકવાદની ઘટનાઓ ઘટતી જોવા મળી રહી છે.ત્યારે હવે મોદીજી પોતે 24 એપ્રિલના રોજ કાશ્મીર જશે.