Site icon Revoi.in

પીએમ મોદીએ મોડી રાત સુધી સીએમ યોગી સાથે કાશીના દર્શન કર્યા- રેલ્વે સ્ટેશનનું પણ નિરિક્ષણ કર્યું

Social Share

 

વારાણસીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે છે. ત્યારે કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન બાદ વિતેલા દિવસે સોમવારની રાત્રે પીએમ મોદીએ શહેરમાં થઈ રહેલા મોટા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.આ સાથએ જ તેમણે મધ્યરાત્રિએ બનારસ રેલવે સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું. આ દરમિયાન વડાપ્રધાન સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. પીએમ મોદીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર તેની સાથે સંબંધિત તસવીરો શેર કરી છે.

આ સાથે જ પીએમ મોદી અડધી રાત્રે બનારસ રેલવે સ્ટેશન પણ પહોંચ્યા હતા આ દરમિયાન સીએમ યોગી પણ તેમની સાથે રહ્યા હતા. PM મોદી એ ટ્વિટ કરીને તેમાં કહ્યું, “આગલું સ્ટોપ… બનારસ સ્ટેશન. અમે રેલ કનેક્ટિવિટી વધારવાની સાથે સ્વચ્છ, આધુનિક અને પેસેન્જર ફ્રેન્ડલી રેલવે સ્ટેશનો બનાવાની દીશામાં કામ કરી રહ્યા છીએ.”

વડાપ્રધાને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી. કાશીમાં ચાલી રહેલા મહત્વના વિકાસ કાર્યોનો પણ હિસાબ લીધો હતો. તેમણે કહ્યું કે આ પવિત્ર શહેર માટે શક્ય તેટલું શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો અમારો પ્રયાસ છે.

સોમવારે મોડી રાત્રે વડા પ્રધાન મોદીએ વારાણસીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. તેમણે મીટિંગ પછીની એક ફોટો પણ શેર કરી છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય નેતાઓ સામેલ છે.

આ પહેલા વારાણસી આવેલા પીએમએ ગંગા આરતી અને લેસર લાઈટ શો પણ જોયો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી પણ તેમની સાથે રહ્યા હતા. શહેરમાં સોમવારે શિવ દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.પીએમે કહ્યું, “કાશીની ગંગા આરતી હંમેશા આંતરિક આત્માને નવી ઉર્જાથી ભરે છે. કાશીના મોટા સ્વપ્નને પૂર્ણ કર્યા પછી, આજે દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં જોડાયા અને તેમની કૃપા માટે માતા ગંગાને પ્રણામ કર્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સવારે 9 વાગ્યે આસપાસ બેઠક કરશે. આ પછી સ્વરવેદ મહામંદિર ધામ, ઉમરાણ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રોટોકોલ અનુસાર, PM લગભગ સવારે 9 થી 2.30 વાગ્યા સુધી DLW ગેસ્ટ હાઉસમાં મીટિંગ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં તમામ મુખ્યમંત્રીઓ તેમના વિકાસ કાર્યો રજૂ કરશે