Site icon Revoi.in

PM મોદી રવિવારે સવારે ખેડા તથા સાંજે નેત્રંગ ગામમાં કરશે ચૂંટણી પ્રચાર – સોમવારે આ મુજબ રહેશે PM મોદીનો કાર્યક્રમ

Social Share

ભરુચઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી પોતાની બધી જ તાકાત પ્રચાર પ્રસારમાં લગાવી રહી છે જેના પરિણામ સ્વરુપે બીજેપીના અનેર વરિષ્ટ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવીને જનસભા સંબંધોતા જોવા મળી રહ્યા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પણ પ્રચારના મેદાનામં ઉતર્યા છે.ત્યારે હવે પીએમ મોદી આ રવિવાર અને સોમવારના રોજ પણ ચૂંટણી પ્રચાર કરતા જોવા મળશે. 

પ્રાપ્ત વિગત પ્રમાણે વડાપ્રધાનની પ્રથમ મુલાકાત ત્રણ દિવસની હતી અને બીજી બે દિવસની હતી. હવેત્રીજી મુલાકાતમાં પણ વડાપ્રધાન બે દિવસ ગુજરાતમાં રહેશે. આ દરમિયાન તેઓ આઠ ચૂંટણી સભાઓને સંબોધિત કરશે.

પીએ મોદી 27 નવેમ્બર, રવિવારના રોજ સવા ચાર વાગ્યે ખેડામાં જાહેર સભા કરશે.ત્યાર બાદ ભરુચ જીલ્લાના  નેત્રંગમાં સાડા છ વાગ્યે પીએમ મોદીની જાહેર સભા યોજાશે. વડાપ્રધાન સાંજે 7.30 કલાકે સુરતમાં જનસભાને સંબોધશે.અને તેઓ સુરત ખાતે જ રાત્રી રોકાણ પણ કરશે અહી તેઓ બીજેપીના કાર્યકર્તાઓ સાથે વાતચીત અને મુલાકાત પણ કરશે.

સોમવારના રોજ પીએમ મોદીનો કાર્યક્રમ – સોમવારે વડાપ્રધાનની 4  બેઠકો

ઉલ્લેખનીય છે કે આ રીતે ગુજરાતમાં વડાપ્રધાનની કુલ 24 સભાઓ થઈ જશે.