Site icon Revoi.in

પીએમ મોદી 29 સપ્ટેમ્બરે આવશે ભાવનગર, સુરક્ષાને લઈને શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત

Social Share

ભાવનગર: શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા જ શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીએમ મોદી આગામી 29 સપ્ટેમ્બરે ભાવનગર આવવાના છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર વડાપ્રધાનની મુલાકાતને લઈને સરકારી તંત્ર સજ્જ બન્યું છે.વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ વડાપ્રધાનની સુરક્ષાને લઈને કામગીરી હાથ ધરી છે. ભાવનગર એરપોર્ટથી લઈને વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળ જવાહર મેદાન સુધી પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સાથે જ વડાપ્રધાનનો રોડ શો યેજવાનો છે.ત્યારે વડાપ્રધાનના રોડ શોને લઈને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું . પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા રિહર્સલ કાર્યક્રમમાં ભાવનગર રેન્જ આઇ.જી અશોકકુમાર ચાદવ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.