Site icon Revoi.in

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદી કરશે ‘મન કી બાત’,11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ

Social Share

દિલ્હી:પીએમ મોદી આ મહિનાની 30મી તારીખે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કરશે.આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.

સંબોધનને પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે.દૂરદર્શન પણ તેમનું લાઇવ પ્રસારણ કરશે. ‘મન કી બાત’ એ વડાપ્રધાનનો માસિક રેડિયો કાર્યક્રમ છે, જે દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. આ કાર્યક્રમનું પ્રથમ પ્રસારણ 3 ઓક્ટોબર 2014ના રોજ થયું હતું.

અત્યાર સુધી આ કાર્યક્રમ હંમેશા સવારે 11 વાગ્યે શરૂ થતો હતો, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે તે 11:30 વાગ્યે શરૂ થશે.

2014માં સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીએ આ કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેમાં તેઓ દેશના લોકો સાથે વિવિધ મુદ્દાઓ પર વાત કરે છે.પીએમએ છેલ્લા મન કી બાત’ કાર્યક્રમમાં તમિલનાડુ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા કેપ્ટન વરુણ સિંહનો ઉલ્લેખ કર્યો હતો.જેનું બાદમાં બેંગ્લોરની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પીએમએ કેપ્ટન વરુણ સિંહના પત્ર વિશે વાત કરી, જે તેમણે બાળકો માટે લખ્યો હતો.આ ઉપરાંત, પીએમએ સીડીએસ જનરલ બિપિન રાવત સહિત તે તમામ લોકોને યાદ કર્યા, જેઓ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.