Site icon Revoi.in

પીએમ મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક,દેશમાં કોવિડ-19ની સ્થિતિ પર થશે ચર્ચા

Social Share

દિલ્હી:દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.પીએમ મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. ટ્વિટ કરીને તેમણે કહ્યું કે,”તે બુધવારે બપોરે 12 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે અને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.”

આ પહેલા પીએમઓએ કહ્યું હતું કે,આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ પ્રેઝન્ટેશન આપશે.દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ અને મૃત્યુના કેસ ફરી વધવા લાગ્યા છે.રવિવારે મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને કોવિડ સંબંધિત સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરી હતી.

પીએમ મોદી સાથે આ બેઠકમાં વડાપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને તેમના મંત્રાલય સાથે સંબંધિત અધિકારીઓ પણ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે.

મંગળવારે દેશમાં એક જ દિવસમાં કોવિડ-19ના 2,483 નવા કેસ સામે આવ્યા છે.આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,30,62,569 થઈ ગઈ છે.તો, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 15,636 થઈ ગઈ છે.