Site icon Revoi.in

પીએમ મોદી 54 ભારતીય પેરા-એથલીટો સાથે વાતચીત કરશે

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા ટોક્યો પેરા ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે જાપાન જઈ રહેલા 54 ભારતીય પેરા-એથલીટો સાથે વાતચીત કરશે.

જાપાનમાં યોજાનારી ટોક્યો પેરા ઓલિમ્પિક ગેમ 2020, 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ, ટોક્યો માં નવ અલગ-અલગ રમતોમાં 54 પેરા એથલીટ ભાગ લેશે અને ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

PMO દ્વારા રવિવારે જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, વડાપ્રધાન મોદી 17 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા ટોક્યો પેરા ઓલિમ્પિક ગેમ 2020 માં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓ સાથે વાતચીત કરશે. પેરા ઓલિમ્પિક ગેમમાં ભાગ લેનાર ભારતની સૌથી મોટી ટીમ છે. આ વાતચીત દરમિયાન કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહેશે.