Site icon Revoi.in

પીએમ મોદી આવતી કાલે રાજ્યના ‘ગરીબ કલ્યાણ અન્ન યોજના’ના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

Social Share

દિલ્હીઃ-દેશના વડાપ્રધાન નેરન્દ્ર મોદી અવાર નવાર દેશવાસીઓ સાથે સંવાદ કરતા જોવા મળે છે, અનેક સમસ્યામાં દેશવાસીઓને મનોબોળ પુરુ પાડીને તેમની સમસ્યાના નિરાકરણ બાબતે સતત પ્રયત્નશીલ રહે છે.ત્યારે રહવે મંગળવારના રોજ પીએમ મોદી ગુજરાતની જનતા સલાથે સંવાદ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3જી ઓગસ્ટના રોજ ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.જો કે મળતી માહિતી  પ્રમાણે આ સંવાદ વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે.

આ સમગ્ર બાબતને લઈને પીએમઓએ કહ્યું કે ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશે વધુને વધુ જાગૃતિ લાવવા માટે રાજ્યમાં લોકભાગીદારી કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવામાં આવેલા તમામ લાભાર્થીઓને વ્યક્તિ દીઠ પાંચ કિલો વધારાનું અનાજ આપવામાં આવે છે.

આ સાથે જ કોરોનાની કપરી ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓને મફત અનાજ પૂરું પાડે છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર 2021 સુધી લંબાવી છે. જે પહેલા 3 મહિના માટે હતી ત્યાર બાદ તેની સમય મર્યાદા વધારાઆ અને હવે તેનો લાભ આ લાભાર્થીઓ 2021 સુધી  લઈ શકશે.