Site icon Revoi.in

પીએમ મોદી આજે અમદાવાદ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે

Social Share

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 18મી જાન્યુઆરીએ એટલે કે આજે સવારે 10:30 કલાકે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ II અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી પણ ઉપસ્થિત રહેશે. આ મેટ્રો પ્રોજેક્ટ આ શહેરોને પર્યાવરણને અનુકૂળ ‘રેપિડ માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ પ્રદાન કરશે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -2 બે કોરિડોર સાથે 28.25 કિલોમીટર લાંબી છે. કોરિડોર -1 22.8 કિમી લાંબી છે. અને તેનું મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીનું અંતર છે. કોરિડોર -2 5.4 કિલોમીટર લાંબી છે. અને તેનું અંતર જી.એન.એલ.યુ.થી જી.આઇ.એફ.ટી. સિટીથી છે. બીજા તબક્કાના પ્રોજેક્ટની કુલ પૂર્ણ કિંમત 5,384 કરોડ રૂપિયા છે.

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ 40.35 કિલોમીટર લાંબી છે. અને તેમાં બે કોરિડોરનો સમાવેશ થાય છે. કોરિડોર -1 21.61 કિમી લાંબી છે. અને તેનું અંતર સરથાણાથી ડ્રીમ સિટી સુધી છે. કોરિડોર -2 18.74 કિલોમીટર લાંબી છે. અને ભીસનથી સરોલી સુધી છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 12,020 કરોડ રૂપિયા છે.

દેવાંશી