Site icon Revoi.in

PM મોદી મહારાષ્ટ્રની લેશે મુલાકાત,છત્રપતિ શિવાજીની પ્રતિમાનું કરશે અનાવરણ

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર, 2023ના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી સાંજે 4:15 વાગ્યે મહારાષ્ટ્રનાં સિંધુદુર્ગ પહોંચશે અને ત્યાં કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. તે પછી વડાપ્રધાન  સિંધુદુર્ગમાં ‘નેવી ડે 2023’ ની ઉજવણીનાં કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન સિંધુદુર્ગનાં તારકરલી બીચ પરથી ભારતીય નૌકાદળનાં જહાજો, સબમરીન, વિમાનો અને વિશેષ દળોનાં પ્રેરક પ્રદર્શનોનાં સાક્ષી પણ બનશે.

દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે મનાવવામાં આવે છે. સિંધુદુર્ગમાં ‘નેવી ડે 2023’ ની ઉજવણી છત્રપતિ શિવાજી મહારાજના સમૃદ્ધ દરિયાઇ વારસાને શ્રદ્ધાંજલિ આપે છે, જેમના સીલથી નવા નેવલ એન્સાઇનને પ્રેરણા મળી હતી, જેને ગયા વર્ષે જ્યારે વડા પ્રધાને પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રાંતને કાર્યરત કર્યું હતું ત્યારે અપનાવવામાં આવ્યું હતું.

દર વર્ષે નેવી ડેના અવસર પર ભારતીય નૌસેનાના જહાજો, સબમરીન, એરક્રાફ્ટ અને સ્પેશિયલ ફોર્સ દ્વારા ‘ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન’નું આયોજન કરવાની પરંપરા છે. આ ‘ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન’ લોકોને ભારતીય નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવેલી મલ્ટિ-ડોમેન કામગીરીના વિવિધ પાસાઓના સાક્ષી બનવાની તક પૂરી પાડે છે. તે જાહેર જનતા માટે રાષ્ટ્રીય સુરક્ષામાં નૌકાદળના યોગદાનને પ્રકાશિત કરે છે, જ્યારે નાગરિકોમાં દરિયાઇ ચેતનાની શરૂઆત પણ કરે છે.