Site icon Revoi.in

પીએમ મોદીએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના જન્મદિવસ પર પાઠવી શુભેચ્છાઓ

Social Share

દિલ્હીઃ- ભારકતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું નામ જેપી નડ્ડા કોઈની ઓળખનું મોહતાઝ નથી,બીજેપીમાં રહીને સતત પ્રગતિશીલ કાર્યો માટે તેઓ જાણીતા છએ ત્યારે એજ રોજ 2જી ડિસેમ્બરના દિવસે જેપી નડ્ડા પોતાનો 62 મો જન્મદિવસલ ઉજવી રહ્યા છે, આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેપી નડ્ડાને આજના ખાસ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સાથે જ પીએમ મોદી એ તેમના નેતૃત્વની પ્રશંસા કરી હતી.પીએમ મોદીએ કહ્યું કે  નડ્ડાએ તેમના નેતૃત્વના ગુણોથી ભાજપમાં નવો ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કર્યો છેઆ સહીત અન્ય ઘણા નેતાઓએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી.

જેપી નડ્ડા ઉર્ફે જગત પ્રકાશ નડ્ડાનો જન્મ 2 ડિસેમ્બર 1960ના રોજ પટનામાં થયો હતો. તેમણે 1975 માં સંપૂર્ણ ક્રાંતિ આંદોલનનો ભાગ બનીને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં જોડાયા. જ્યારે જેપી નડ્ડાએ પટના યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો ત્યારે તેમના પિતા એનએલ નડ્ડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા.

જેપી નડ્ડા એક અનુભવી સંગઠનાત્મક માણસ, હિમાચલ પ્રદેશના નેતા પક્ષની રેન્કમાંથી ઉછર્યા છે, તેમણએ રાજકીય કારકિર્દી આરએસએસની વિદ્યાર્થી પાંખ એબીવીપી સાથે શરૂ કરી હતી અને પછી પક્ષમાં વિવિધ જવાબદારીઓ લેતા પહેલા ભાજપની યુવા પાંખમાં જોડાયા.નેતા નડ્ડા હિમાચલ પ્રદેશમાં મંત્રી અને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ 2020થી ભાજપના અધ્યક્ષ છે.ત્યારથી તેઓ સતત બીજેપી સાથે મળીને કાર્યો કરી રહ્યા છે.

જેપી નડ્ડા જાન્યુઆરી 2020માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેઓ ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે અમિત શાહનું સ્થાન લીધું હતું, જેઓ લાંબા સમયથી પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા હતા. નડ્ડાનો ત્રણ વર્ષનો કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં પૂરો થશે.

Exit mobile version