Site icon Revoi.in

પીએમ મોદીએ પ્રયાગરાજમાં પહેરી હતી ફોજીની વર્ઘી  – હવે આ મામલે PMOને નોટિસ જારી કરાઈ, 2 માર્ચે સુનાવણી

Social Share

 

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે સતત સંપર્કમાં રહે છે, ક્યારેક સંવાદ યોજીને તો ક્યારેક જનતાને સંબોધિત કરીને તો ક્યારેક પોતાના મનકી બાતના કાર્યક્રમ થકી, જો કે પીએમ મોદીની પ્રસન્નતા માત્ર દેશમાં જ નહી વિદેશોમાં પણ થઈ રહી છે ,પીએમ મોદી હાલ પ્રયાગરાજમાં હતા અને તેમણે જે ફોજીની વર્ધી પહેરી હતી તેને લઈને હવે ચર્ચામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદી વિરુદ્ધ દાખલ કરાયેલી સર્વેલન્સ અરજી પર જિલ્લા અદાલતે વડા પ્રધાન કાર્યાલયને નોટિસ જારી કરી છે.ત્યારે આ મામલાની સુનાવણી માટે 2 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. જિલ્લા ન્યાયાધીશ નલિન કુમાર શ્રીવાસ્તવે એડવોકેટ રાકેશ નાથ પાંડે દ્વારા રજૂ કરાયેલ મોનિટરિંગ અરજી પર દલીલો સાંભળ્યા બાદ આ આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રાકેશ નાથ પાંડેએ પીએમ મોદી વિરુદ્ધ એક અરજી રજૂ કરી છે અને કેસ નોંધવાના આદેશની માંગ કરી છે. અરજીમાં આરોપ છે કે 4 નવેમ્બર, 2021ના રોજ જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં વડાપ્રધાને ભારતીય સેનાનો યુનિફોર્મ પહેર્યો હતો. આ ભારતીય દંડ સંહિતાની કલમ 140 હેઠળ સજાપાત્ર ગુનો છે. એટલા માટે વડાપ્રધાન સામે કેસ દાખલ થવો જોઈએ. જો કે આ પહેલા પણ 21 ડિસેમ્બર, 2021 ના ​​રોજ, આ કેસમાં અરજીની સુનાવણી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરેન્દ્ર નાથ દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે આ ઘટના  કોર્ટના અધિકારક્ષેત્રમાં બની નથી.