Site icon Revoi.in

એસસીઓની બેઠકમાં આતંકવાદ મુદ્દે પીએમ મોદીના પાકિસ્તાન ઉપર પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત અન્ય સભ્ય દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પીએમ મોદીએ સંમેલનમાં આતંકવાદ મામલે નામ લીધા વિના પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, હાલમાં વૈશ્વિક સ્થિતિ નિર્ણાયક તબક્કમાં છે. સંઘર્ષ, તણાવ અને રોગચાળાથી ઘેરાયેલા વિશ્વમાં, ખાતર અને બળતણની ઉપલબ્ધતા તમામ દેશો માટે એક મોટો પડકાર છે. આપણે નક્કી કરવાનું છે કે શું આપણે આપણા લોકોની આકાંક્ષાઓને સંતોષવા અને પડકારોનો સામનો કરવા સક્ષમ છીએ. શું SCO એવી સંસ્થા છે જે આગળના ફેરફારો અનુસાર બદલાઈ રહી છે? SCO માં ભાષાના અવરોધને દૂર કરવા માટે અમે અમારા પ્લેટફોર્મને દરેક સાથે શેર કરવામાં રસ ધરાવીએ છીએ. SCO વધુ સુધારાઓ લાગુ કરવા માટે એક મુખ્ય પ્લેટફોર્મ બની શકે છે.

પીએમે કહ્યું કે, ઈરાન આજે SCOની બેઠકમાં ભાગ લઈ રહ્યું છુ તેની ખુશી છે. અમે SCOમાં બેલારુસના સમાવેશ માટેના મેમોરેન્ડમ પર હસ્તાક્ષરનું સ્વાગત કરીએ છીએ. એસસીઓનું સંપૂર્ણ ધ્યાન મધ્ય એશિયાના દેશોના હિતો અને આકાંક્ષાઓ પર કેન્દ્રિત રહે તે જરૂરી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે આતંકવાદ પ્રાદેશિક કામગીરી માટે ખતરો છે. આ પડકારોનો સામનો કરવા માટે નિર્ણાયક પગલાં લેવા જરૂરી છે. આપણે કોઈપણ અભિવ્યક્તિમાં તેની સામે લડવું પડશે. કેટલાક દેશો તેનો ઉપયોગ સરહદ પારના આતંકવાદ માટે નીતિ તરીકે કરે છે. આવા દેશો આતંકવાદીઓને આશ્રય આપે છે. આતંકવાદના સમર્થકો માટે બેવડા ધોરણો ન હોવા જોઈએ.