Site icon Revoi.in

PM મોદીનો સવાલઃ 2.5 કરોડ લોકોને રસી આપાઈ તો પછી તાવ એક પાર્ટીને કેમ આવ્યો ?

Social Share

દિલ્હીઃ ભારતે દુનિયામાં કોરોના વાયરસની રસીકરણનો નવો રોકોર્ડ સ્થાપિત કર્યો છે. ગઈકાલે શુક્રવારે સમગ્ર દેશમાં અઢી કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર આ અંગે જોરશોરથી પ્રચાર કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કર્યાં છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં હેલ્થ વર્કર અને રસી લેનારાઓ સાથે વાતચીત કરી હતી.

જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને કટાક્ષમાં જવાબ આપતા હોય તેમ કોઈ પાર્ટી કે વ્યક્તિનું નામ આપ્યા વિના હાજર એક તબીબને પૂછ્યું કે ગઈકાલે વેક્સિન 2.50 કરોડ લોકોને રસી આપવામાં આવી તો એક પાર્ટીને તાવ કેમ આવ્યો છે. ડોકટર સાહેબ પણ આ વાત સાંભળીને હસી પડ્યાં હતા.

મોદીએ જણાવ્યું કે, અમે સાંભળ્યું છે રસીકહરણ થાય છે તો રસી લેનારા 100માંથી એકાદને થોડી અસર થાય છે, તાવ આવે છે અને એમ પણ સાંભળ્યું છે કે, તાવ જતો રહે તો માનસિક સંતુલન પણ જતુ રહે છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સવાલ ઉપર ડોકટર નિતિન હસી પડ્યાં હતા તેમણે કહ્યું હતું કે, જ્યારે અમે રસી આપીએ ત્યારે જ કહીએ છીએ કે આ કંઈ રસી છે, રસી લીધા પછી કદાચ તાવ, શરીરમાં દુઃખાવો અને માથામાં દુઃખાવની શકયતા છે. તેમણે કોવિડ સાથે જોડાયેલી અન્ય સાવધાનીઓ પણ કહી હતી પરંતુ રાજકારણ અંગે કંઈ કહ્યું ન હતું.

કોંગ્રેસ સહિતની વિપક્ષ પાર્ટીઓએ કહ્યું કે, દેશ પાસે રોજ લક્ષ્યથી આગળ નીકળવાની ક્ષમતા છે. જો કે, એના માટે સરકારના ઈવેન્ટ મેનેજમેન્ટવાળી શૈલી છોડવી પડશે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે 2.1 કરોડથી વધારે ડોઝને સામાન્ય રસીકરણ દિવસની જેમ જોઈ રહ્યો છું. દેશમાં આવી જ રીતે રસીકરણમાં તેજી જરૂરી છે. કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે, પોતાની પીઠ થપથપાવતા વડાપ્રધાને એ જણાવવું જોઈએ કે કેન્દ્ર સરકારે પહેલા જ રસીના ડોઝના ઓર્ડર કેમ ના કર્યાં, મહિનાઓ સુધી તુટક-તુટક ખરીદ નીતિ કેમ અપનાવવામાં આવી, ઘણી જીંદગીઓ બચાવી શકાઈ હોય.