Site icon Revoi.in

25 મેના છઠ્ઠા્ તબક્કાના પ્રચાર માટે પીએમ મોદીની આજે યૂપીમાં તો ગૃહમંત્રી અમિત શાહની પ.બંગાળમાં રેલી

Social Share

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. હવે વધુ બે તબક્કા બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓનો ચૂંટણી પ્રચાર છઠ્ઠા રાઉન્ડ માટે ચાલી રહ્યો છે. પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં હશે.બીજી તરફ ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે બંગાળમાં હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના બસ્તી અને શ્રાવસ્તીમાં જનસભાને સંબોધશે. તેઓ સવારે 10.45 વાગ્યે બસ્તીમાં સરકારી પોલિટેકનિક કોલેજ મેદાનમાં બસ્તી, સંત કબીરનગર અને ડુમરિયાગંજ લોકસભાની સંયુક્ત જાહેરસભાને સંબોધશે. ત્યારબાદ 12.40 કલાકે તેઓ શ્રાવસ્તી એરપોર્ટની સામે કટરા બજારમાં જનસભાને સંબોધશે. બસ્તી અને શ્રાવસ્તી બંને બેઠકો પર 25 મેના રોજ મતદાન થવાનું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્લેન 22 મેના રોજ મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પર લેન્ડ થશે. પીએમ મોદી સાંજે 4 વાગ્યે અહીં પહોંચશે. અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા બસ્તી અને શ્રાવસ્તીમાં જનસભાને સંબોધિત કરવા રવાના થશે. જનસભાને સંબોધિત કર્યા બાદ મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પરત ફરશે. આ પછી તેઓ અહીંથી પ્લેનમાં દિલ્હી જવા રવાના થશે. દિલ્હીમાં વડાપ્રધાન મોદી દ્વારકામાં રેલી કરશે.

અમિત શાહ સવારે 11 વાગે કાંઠી લોકસભા ક્ષેત્રમાં જનસભાને સંબોધશે. આ પછી શાહ 12.30 કલાકે ઘાટલ લોકત્રા ખાતે જાહેર સભાને સંબોધશે. શાહ બપોરે 2.30 વાગ્યે પુરુલિયાના સંથાલી બિરસા ચોક મેદાનમાં જાહેર સભાને સંબોધશે. શાહ સાંજે 4 વાગ્યે બાંકુરામાં રોડ શો કરશે. જેમાં હજારો લોકો ભાગ લેશે તેવી અપેક્ષા છે.

 

 

Exit mobile version