Site icon Revoi.in

પીએમનો યુરોપ પ્રવાસઃ બર્લિનમાં ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લાગ્યાં

Social Share

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસની મુલાકાતે બર્લિન પહોંચ્યા, જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. PM નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય વિદેશ પ્રવાસમાં જર્મની-ડેનમાર્ક અને ફ્રાન્સમાં 25 કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન ઉર્જા, સુરક્ષા અને આર્થિક સંબંધો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

પીએમ મોદી તેમના યુરોપ પ્રવાસ દરમિયાન જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, ડેનમાર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિક્સન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે. પીએમ મોદી ભારતીય મૂળના લોકો સાથે પણ વાત કરશે. પીએમ મોદી જેવા જ બર્લિનની હોટલ પહોંચ્યા, ત્યાં હાજર લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના ​​નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના સ્વાગત માટે ઘણા બાળકો પણ પહોંચ્યા હતા. બાળકોએ પીએમ મોદીના સ્કેચ પર ઓટોગ્રાફ પણ લીધા હતા. એક બાળકે પીએમ મોદીને દેશભક્તિ સાથે જોડાયેલ ગીત પણ સંભળાવ્યું હતું.

પીએમ મોદીને મળ્યા બાદ માન્યતા નામની બાળકીએ પોતાનો અનુભવ શેર કર્યો. તેણે કહ્યું કે પીએમ મોદીને મળીને ખૂબ જ આનંદ થયો. તે મારો આદર્શ છે. મેં બનાવેલી પેઈન્ટિંગ પર તેણે સહી કરી પ્રોત્સાહન આપ્યું હતું. આ સાથે એક બાળકે પીએમ મોદીને દેશભક્તિ ગીત પણ સંભળાવ્યું હતું. બાળકનું દેશભક્તિ ગીત સાંભળ્યા પછી પીએમ નરેન્દ્ર મોદી પોતાની જાતને તેના વખાણ કરતા રોકી શક્યા ન હતા.

Exit mobile version