1. Home
  2. Tag "VANDE MATARAM"

રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સંદર્ભે સરકારે રાજ્યસભામાં દાખલ કર્યો અગત્યનો ખરડો, જાણો વિગતો

નવી દિલ્હી, 24 જુલાઈ, 2026 – રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું ગાન ફરજિયાત કરવા અને તે ગાવામાં અવરોધ ઊભો કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાની જોગવાઈ કરતો ખરડો રાજ્યસભામાં દાખલ કરવામાં આવ્યો છે. સંસદના ચોમાસુ સત્રના પ્રારંભથી ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. નીટ પરીક્ષા પેપર લીકના મામલે કોક્રોચ જનતા પાર્ટીના દેખાવો અને તે વિશે વિપક્ષો દ્વારા સંસદમાં […]

વંદે માતરમ અને રાષ્ટ્રગીતના સાચા ઉચ્ચારણ મામલે ગૃહ મંત્રાલયે જાહેર કર્યો પ્રોટોકોલ

નવી દિલ્હી, 11 જુલાઈ 2026: કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ગીત (વંદે માતરમ) અને રાષ્ટ્રગીત (જન ગણ મન) ના સન્માન અને ગાયન શૈલી અંગે એક નવો અને કડક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ અને રાજ્યપાલોની ઓફિસોને મોકલવામાં આવેલા આ નિર્દેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગીત વગાડતી કે […]

વંદે માતરમે માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને પવિત્ર રાષ્ટ્રીય ફરજમાં પરિવર્તિત કર્યો: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી, 11 જુલાઈ 2026: ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને હિમાચલ પ્રદેશના શિમલા સ્થિત રાષ્ટ્રપતિ નિવાસ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડી દ્વારા આયોજિત વંદે માતરમ પર કાયમી પ્રદર્શન અને સરદાર પટેલના એકતા, એકીકરણ અને સંઘવાદના વિઝન પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર બે ઐતિહાસિક […]

ભારતના છેલ્લા 12 વર્ષ અછતથી વિકાસ તરફની પ્રગતિના રહ્યા છે: રક્ષા મંત્રી

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – “છેલ્લા 12 વર્ષોમાં ભારતની સફર અછતથી આત્મનિર્ભરતા, આત્મનિર્ભરતાથી આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસથી વિકાસ ભારત તરફની પ્રગતિ રહી છે,” એમ રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે 04 જુલાઈ, 2026 ના રોજ નવી દિલ્હીમાં એક મીડિયા સંગઠન દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેના પ્રથમ કાર્યકાળમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર […]

પશ્ચિમ બંગાળમાં શાળાઓ બાદ હવે તમામ મદ્રેસાઓમાં પણ વંદે માતરમ્ ફરજિયાત કરાયું

કોલકાતા, 21 મે 2026: પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને વહીવટી તંત્રને લઈને બે અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણયો લીધા છે. મમતા બેનર્જી સરકારે શાળાઓ બાદ હવે રાજ્યની તમામ મદ્રેસાઓમાં પણ પ્રાર્થનાના સમયે ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત કરી દીધું છે. આ અંગે સરકાર દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને આદેશ જારી કરવામાં આવ્યો છે. આ […]

વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે યોજાયો અભૂતપૂર્વ સપ્તરંગ ક્રિએટર અવોર્ડ સમારંભ

કન્ટેન્ટ ક્રિએટરો ‘વન મેન આર્મી’ સમાન: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરોને સન્માનિત કરી સર્જનાત્મકતાને પ્રોત્સાહન અપાયું [અલકેશ પટેલ] અમદાવાદ, 6 એપ્રિલ, 2026 – વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય હતું. સ્થળ હતું ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો હૉલ અને પ્રસંગ હતો યુવા ક્રિએટર્સને […]

ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના’ પુસ્તકનું ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન

‘રાષ્ટ્રપ્રથમ’ જીવન જીવવાની દિશા, માત્ર રાજકીય વિચાર નહીં : મુખ્યમંત્રી રાષ્ટ્ર નિર્માણમાં દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અનિવાર્ય: ભૂપેન્દ્રભાઈ પટેલ [અલકેશ પટેલ] અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2026ઃ My Vision of Nation First book released જાણીતા પત્રકાર, લેખક તથા કેન્દ્રીય માહિતી આયોગના પૂર્વ અધ્યક્ષ ઉદય માહુરકર દ્વારા લિખિત ‘માય આઈડિયા ઑફ નેશન ફર્સ્ટ’ના ગુજરાતી સંસ્કરણ ‘મારી રાષ્ટ્ર પ્રથમની […]

બનાસકાંઠા વિભાગના સંઘ કાર્યાલય “વંદે માતરમ ભવન”નું લોકાર્પણ

વંદે માતરમ ભવન હિન્દુ સમાજનું  કેન્દ્રબિંદુ બનશે: સુનિલભાઈ મહેતા સારા કાર્ય માટે આપણું દાન સ્વીકારવું એ જ આપણું અહોભાગ્યઃ હેમચંદભાઈ જગાણીયા પાલનપુર, 24 જાન્યુઆરી, 2026 – Vande Mataram Bhavan રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી બનાસકાંઠા ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા “વંદે માતરમ ભવન” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ લોકાર્પણ ગઈકાલે  23 જાન્યુઆરીને  વસંત […]

જુઓ VIDEO: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 24-25 જાન્યુઆરીએ આર્મીનો વિશેષ બેન્ડ કાર્યક્રમ

અમદાવાદમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ પર ગુંજશે દેશભક્તિનું સંગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ નિમિત્તે અમદાવાદનો અટલ બ્રિજ બનશે રાષ્ટ્રપ્રેમનું કેન્દ્ર અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: Special Army band program દેશના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રક્ષા મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં સૈન્ય બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ભારતીય સૈન્યના સંકલનથી યોજાશે. રક્ષા મંત્રાલય […]

પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર ગુજરાતનો ટેબ્લો કેવો હશે? જુઓ VIDEO

‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહેશે નવી દિલ્હી: ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ – Republic Day પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રય અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ”! ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code