1. Home
  2. Agency
  3. News
  4. સરકાર અને સીજેપી વચ્ચે સમાધાનઃ જંતરમંતર ઉપર વિદ્યાર્થી આંદોલનનો અંત
સરકાર અને સીજેપી વચ્ચે સમાધાનઃ જંતરમંતર ઉપર વિદ્યાર્થી આંદોલનનો અંત

સરકાર અને સીજેપી વચ્ચે સમાધાનઃ જંતરમંતર ઉપર વિદ્યાર્થી આંદોલનનો અંત

0
Social Share

નવી દિલ્હી, 25 જુલાઈ, 2026: સરકાર અને સીજેપી વચ્ચે અંતે આજે શનિવારે સાંજે સમાધાન થઈ ગયું હતું. તેને પગલે જંતરમંતર ઉપર વિદ્યાર્થી આંદોલનનો અંત આવ્યો હતો. સીજેપીના આગેવાનોએ સરકાર સાથેની પત્રકાર પરિષદમાં અને ત્યારબાદ જંતરમંતર ઉપર પહોંચીને આંદોલન સમાપ્ત થયું હોવાની જાહેરાત કરી હતી. જોકે, આશ્ચર્યજનક રીતે સીજેપીના આ આગેવાનોએ કેટલીક ગર્ભિત ચેતવણીઓ પણ ઉચ્ચારી હતી.

કેન્દ્રીય શિક્ષણ મંત્રીના પદ પરથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના થોડા સમય બાદ સરકાર અને ‘કોકરોચ જનતા પાર્ટી’ (કોજપા/CJP) ના પ્રતિનિધિ વચ્ચે શનિવારે વધુ એક બેઠક યોજાઈ હતી. બેઠક બાદ પત્રકાર પરિષદ યોજીને CJPએ જાહેરાત કરી હતી કે સરકારે તેમની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે અને હવે તેઓ પોતાનું આંદોલન પાછું ખેંચી રહ્યા છે. CJP પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અમારી માંગણી સવારે જ સ્વીકારી લેવામાં આવી છે. હવે અન્ય માંગણીઓને લઈને સરકારે મંગળવાર સુધીમાં પૂર્ણ કરવાનો ભરોસો આપ્યો છે.

કોન્સ્ટીટ્યુશન ક્લબમાં યોજાઈ બેઠક

કોન્સ્ટીટ્યુશન ક્લબમાં યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહે કર્યું હતું, જ્યારે CJP પ્રતિનિધિમંડળમાં સંગઠનના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકા સામેલ હતા. કોકરોચ જનતા પાર્ટી દ્વારા આંદોલન પાછું ખેંચ્યા બાદ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહે કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ અને રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા સાથે હાથ મિલાવ્યા હતા.

કઈ માગણીઓ હતી?

સરકાર સાથેની વાટાઘાટો બાદ કોકરોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે, “અમે સરકારી ડેલિગેશન (પ્રતિનિધિમંડળ) સાથે 3 રાઉન્ડની વાતચીત કરી. જંતર-મંતર પર આપણું વિરોધ પ્રદર્શન, જે ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું, તેની ત્રણ મુખ્ય માંગણીઓ હતી: ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, આંદોલનકારીઓ અને આયોજકો વિરુદ્ધ નોંધાયેલા તમામ કાનૂની કેસ અને FIR પાછી ખેંચવામાં આવે તેમજ આંદોલનકારીઓ કે આયોજકો વિરુદ્ધ ભવિષ્યમાં કોઈ કેસ નોંધવામાં ન આવે.

અમારી ત્રીજી માંગણી એ હતી કે NEET પેપર ન થવાને કારણે જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે (જેમના પરિજનોનું અવસાન થયું છે), તેમને ₹1 કરોડનું વળતર આપવામાં આવે. હમણાં થોડી વાર પહેલાં જ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. એનો અર્થ એ છે કે અમારી પહેલી માંગણી સ્વીકારી લેવામાં આવી છે.”

FIR પાછી ખેંચી લેવામાં આવશે

બીજી તરફ CJP ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે, “અમારી બીજી માંગણી હતી કે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ નોંધાયેલી તમામ FIR, માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ તમામ ભાજપ શાસિત અને ભાજપ સહયોગી રાજ્યોમાં, પાછી ખેંચવામાં આવે. આ પણ અમારી બીજી માંગણી હતી. સરકારે તે માંગણી પણ સ્વીકારી લીધી છે. આ ઉપરાંત, ટૂંક સમયમાં જ FIR પાછી ખેંચી લેવામાં આવશે. સરકારે અમને ભરોસો આપ્યો છે કે તે નોંધાયેલી તમામ FIR ની નકલ (કોપી) શેર કરશે, અમારી અગાઉની માહિતી મુજબ, દિલ્હીમાં 15 થી 20 FIR નોંધાઈ હતી. અમને તે નકલો કોઈપણ સંજોગોમાં ત્રણથી ચાર દિવસમાં મળી જશે.

સરકારે એવો પણ ભરોસો આપ્યો છે કે ટૂંક સમયમાં જ FIR પાછી ખેંચવામાં આવશે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે સરકાર સાથે એક ડ્રાફ્ટ શેર કર્યો છે જે એક લેખિત ગેરંટી છે. સરકારે કહ્યું છે કે તે મંગળવાર સુધીમાં આ અમારી સાથે શેર કરશે. અમને આશા છે કે મંગળવાર સુધીમાં અમને આ FIR અને ભવિષ્યની કોઈપણ કાર્યવાહી અંગે સરકારની ગેરંટી મળી જશે.”

સૌરવ દાસે જણાવ્યું હતું કે કોકરોચ જનતા પાર્ટી એ જાહેરાત કરે છે કે અમે આંદોલન સારી દાનત (સારી નીતિ)થી પાછું ખેંચી રહ્યા છીએ, આ સમજુતી સાથે કે નક્કી કરેલી શરતો નક્કી કરેલી સમયસીમામાં પૂરી કરવામાં આવશે.

સરકારે શું કહ્યું?

બીજી તરફ CJP ડેલિગેશન સાથેની વાતચીત બાદ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, “આજે અમારી લાંબી વાતચીત થઈ. તેઓ એક લેખિત ડ્રાફ્ટ લાવ્યા હતા, જેમાં તેમણે આંદોલનમાં ચાલી રહેલા કેસ અંગે 4 મુદ્દા રાખ્યા હતા. આ સાથે જ, અમે બાકીની 2 માંગણીઓ પર પણ વાત કરી: કોઈ બદલાની કાર્યવાહી ન કરવામાં આવે, વળતર આપવામાં આવે અને તેમના 5 મુદ્દાવાળા ચાર્ટર પર વિચાર કરવામાં આવે. અમે તેમને FIR ની નકલ આપીશું અને કોઈ કાર્યવાહી નહીં થાય. બીજી વાત જે કહેવામાં આવી છે તે વળતર અંગે છે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે અમને પણ સહાનુભૂતિ છે. અમે બધાએ કહ્યું છે કે નિયમ અને કાયદા મુજબ વળતર આપવામાં આવશે, જે પણ વધુમાં વધુ શક્ય હશે તે તેમને આપવામાં આવશે.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code