Site icon Revoi.in

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે પોલીસ એલર્ટ, સઘન પેટ્રોલીંગ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અન્ય રાજ્યોની સરહદો ઉપર સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ દારૂની રેલમછેલ અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ ફેબ્રુઆરી મહિનાના અંતમાં યોજવાનું નક્કી કરતા રાજ્યમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસે પણ કામગીરી શરુ કરી દીધી છે.

આચારસંહિતાની કડક અમલવારી માટે અને અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા માટે પોલીસે અરવલ્લી જિલ્લા પ્રવેશદ્વારોએ અને રાજ્સ્થાનને અડીને આવેલી 7 આંતરરાજ્ય સરહદ અને જીલ્લાની અંદર 10 જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે ત્યાંથી રાઉન્ડ ધી ક્લોક પસાર થતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી એન્ટ્રી કરવામાં આવી રહી છે. ચૂંટણીઓમાં દારૂ અને રૂપિયાની હેરાફેરી અને ગેરકાયદે પ્રવૃતિઓ પર લગામ લગાવવા પોલીસે ચેકપોસ્ટ ઉભી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું છે.

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ સ્ટેશન અને પોલીસતંત્રની વિવિધ એજન્સીઓને પેટ્રોલીંગ કરવા અને આચારસંહિતાનું પાલન થાય તે માટે પોલીસવડાએ તાકીદ કરી છે.