Site icon Revoi.in

પેપર લીક પ્રકરણમાં છ આરોપીઓની પોલીસે કરી ધરપકડઃ ચાર આરોપીઓ રડારમાં

Social Share

અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું સામે આવ્યું હતું.  આ સમગ્ર બનાવને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દરમિયાન સમગ્ર ઘટના અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એટલું જ નહીં છ આરોપીઓને ઝડપી લઈને તેમની પૂછપરછની કવાયત શરૂ કરી છે. આ પ્રકરણમાં હજુ ચાર આરોપીઓ ફરાર હોવાથી તેમને પકડી લેવા ચક્રોગતિમાન કર્યાં છે. પોલીસ તપાસમાં આગામી દિવસોમાં ચોંકનવારા ખુલાસા થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પેપર લીક પ્રકરણમાં સાબરકાંઠા અને ગાંધીનગર પોલીસે તપાસ કરી હતી. દરમિયાન સમગ્ર ઘટના અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરાઈ હતી. આ પ્રકરણમાં પોલીસે ચિંતન પટેલ, કુલદીપ પટેલ, ધ્રુવ બારોટ, મહેશ પટેલ, દર્શન વ્યાસ અને સુરેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. મોટાભાગના આરોપીઓ સાબરકાંઠા અને અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ પેપર લાખોની કિંમતમાં વેચયા હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. અન્ય ચાર પોલીસને ઝડપી લેવા તપાસ શરૂ કરવામાં આવી છે. પેપર લીક થયા બાદ એક જ જિલ્લામાં 3 અલગ-અલગ સ્થળો ઉપર સોલ્વ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેટ ક્લાર્કની 186 જગ્યાઓની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી. 85 હજારથી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. દરમિયાન પરીક્ષાનું પેપર લીક થવાનું સામે આવતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ દેખાવો કરીને યોગ્ય તપાસની માંગણી કરી હતી. બીજી તરફ પોલીસ દ્વારા પણ આ અંગે તપાસનો ધમધમાટ તેજ શરૂ કરવામાં આવ્યો હતો. તેમજ