કોલકાતા, 25 મે, 2026: તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના આવાસ પર પોલીસની ટીમે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસની ટીમ અભિષેક બેનર્જીના ઘરેથી કમ્પ્યૂટર મોનિટર સહિત ઘણી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ જપ્ત કરીને પોતાની સાથે લઈ ગઈ છે.
અભિષેક બેનર્જીનું આ નિવાસસ્થાન કોલકાતાના 188-A હરીશ મુખર્જી રોડ પર આવેલું છે. સોમવાર, 25 મે ના રોજ અચાનક કોલકાતા પોલીસની ટીમ તેમના આવાસ પર પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરીને કેટલીક વસ્તુઓ જપ્ત કરી લીધી હતી.
જુઓ વીડિયો…
#WATCH | West Bengal | Kolkata police leave from the residence of TMC National General Secretary Abhishek Banerjee. pic.twitter.com/pgasm6lCOw
— ANI (@ANI) May 25, 2026
મળતી માહિતી મુજબ, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) દ્વારા ગેરકાયદે બાંધકામ મામલે અગાઉ એક નોટિસ જારી કરવામાં આવી હતી. આ નોટિસ આપ્યા બાદ જ પોલીસ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે, આ સમગ્ર મામલે હજુ પોલીસ પ્રશાસન તરફથી સત્તાવાર અને વિસ્તૃત વિગતો આવવાની બાકી છે.

