Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નીતિન પટેલ સહિતના રાજકીય મહાનુભાવોએ કર્યું મતદાન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આજે સવારથી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા મતદાન કેન્દ્રો ઉપર પહોંચ્યાં હતા. ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનોએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. તેમજ મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પરિવાર સાથે કડી વોર્ડ નમ્બર 4માં જન સુવિધા કેન્દ્રમાં મતદાન કર્યું હતી. આ ઉપરાંત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે વિરમગામ વોર્ડ નં-2 આઇટીઆઈ મતદાન મથક ખાતે મતદાન કરવા પહોંચ્યા છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર નહીં હોવાથી હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવારને મત આપી શકયા નહીં હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં મતદાન કર્યું હતું. અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે તે હાલમાં વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવને લક્ષમાં રાખીને સાયકલ લઈને વોટીંગ કરવા ગયા હતા. એટલું જ નહીં પરંતુ સાથે ખાતરની થેલી પણ લઈ ગયા હતા જેમાં સ્કેમ મુદ્દે હાલ ઘમાસાણ ચાલી રહ્યુ છે. પોરબંદરમાં ભાજપના ધારાસભ્ય રમેશ ધડુકે મતદાન કર્યું હતું.

ગુજરાતની 231 તા.પંની ચૂંટણીમાં કુલ 12,265 ઉમેદવારો મેદાને છે. જેમાં ભાજપના 4652, કોંગ્રેસના 4594 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે BSP-255, NCP-61 અને AAPના 1067 ઉમેદવારો મેદાને છે. તો અન્ય પક્ષોના 462 અને 1139 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.