Site icon Revoi.in

પશ્ચિમ બંગાળમાં રાજકારણ વધુ ગરમાયું : મમતાનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા 350 કાર્યકરોની ઘર વાપસી

Social Share

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો પક્ષ બલટો કરવાની તૈયારી કરી રહ્યાં છે. તાજેતરમાં જ ભાજપના નેતા મુકુંદ રોય ભાજપનો સાથ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયાં હતા. તેમજ ભાજપના કેટલાક ધારાસભ્યો અને સાંસદો પણ તૃણમૂલના સંપર્કમાં હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. દરમિયાન પશ્ચિમ બંગાળના વીરભૂમિ જિલ્લામાં 350 જેટલા કાર્યકરોએ ભાજપનો હાથ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વિધાનસભાની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના કેટલાક નેતાઓ મમતા બેનર્જીનો સાથ છોડીને ભાજપમાં જોડાયાં હતા. ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. વિધાનસભાની આ ચૂંટમીમાં તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો હતો. તેમજ ફરી એકવાર મમતા બેનર્જી બંગાળના મુખ્યમંત્રી બન્યાં છે. બીજી તરફ ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળની ભૂમિ ઉપર રાજકારણ વધુ ગરમાયું છે. તેમજ મમતાનો સાથ છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓ હવે ફરીથી ધરવાપસી કરી રહ્યાં છે.

દરમિયાન પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાના સેથિયા વિસ્તારમાં 350 ભાજપ કાર્યકરોએ ટીએમસી કાર્યાલયની બહાર ધરણા કર્યા હતા. તેમજ બધાનું કહેવું હતું કે તેમણે ભાજપમાં આવીને ભૂલ કરી, ટીએમસીમાં તેમને પાછા લાવવામાં આવે. આ ધરણા સાડા ચાર કલાક ચાલ્યા હતા. ચાર કલાકના ડ્રામા પછી ટીએમસી પંચાયત પ્રધાને બધા કાર્યકરો પર ગંગાજળ છાંટયુ અને તેમને શુદ્ધ કરી પક્ષનું સભ્યપદ આપ્યું હતું.