Site icon Revoi.in

પોરબંદરઃ જખૌ પાસે દરિયામાં માછીમારી કરતા મછીમારોને પોલીસે આપી સૂચના

Social Share

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયા સીમા સાથે જોડાયેલું છે. દરમિયાન ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ગુજરાતના માછીમારોનું અપહરમ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા જખૌ નજીક માછીમારી કરતા પોરબંદરના માછીમારોને ભૂલથી પણ બોર્ડર ક્રોસ કરી પાકિસ્તાનના દરીયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના જખૌ પાસે IMBL તરીકે ઓળખાતી ભારત-પાકિસ્તાનની દરીયાઇ સીમા પાસે પોરબંદરના માછીમારો માછીમારી કરવા જાય છે અને ઘણી વખત આ માછીમારો દરીયાઇ સીમા ઓળંગીને પાકિસ્તાનના દરીયામાં પહોંચી જાય છે અને આવા માછીમારો અને ભૂતકાળમાં ઘણી વખત આવા ભારતીય માછીમારોના સ્વાંગમાં આતંકવાદીઓ ભારતીય બોટનો જ ઉપયોગ કરી ભારતના દરિયામાં ઘૂસી આવે છે અને દેશમાં દેશવિરોધી કાવતરાઓ રચે છે. આવું ન થાય તે માટે પોરબંદર જીલ્લા પોલીસે પોરબંદરના માછીમારોને ભૂલથી પણ દરીયાઇ સીમા ન ઓળંગવાની સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળના બનાવોને ધ્યાને લઇ હાલ દરીયાઇ સુરક્ષા સુદ્દઢ બનાવવા દરીયામાં ફીશીંગ કરવા જતી બોટોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ માછીમારોને નો ફીશીંગ ઝોનમાં માછીમારી ન કરવાની સૂચના આપવામાં આવી છે અને દરીયામાં થતી ગેરકાયદેસરની પ્રવૃતિ અંગેની માહિતી નજીકના પોલીસ સ્ટેશન અગર તો ટોલ ફ્રી નંબર 1093 કે પછી પોલીસ કન્ટ્રોલ રૂમના નંબર ટ્રોલ ફ્રી નંબર 100 પર જાણ કરવા પણ માછીમારોને કહેવાયું છે.