Site icon Revoi.in

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વીજ પુરવઠો ખોરવાયો  

Social Share

દિલ્હી:આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાનમાં સોમવારે સવારે મોટાપાયે પાવર કટ કરવામાં આવ્યો છે.હાલમાં દેશના ઈસ્લામાબાદ, કરાચી અને પેશાવર ક્ષેત્રના 22 જિલ્લાઓમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. એટલું જ નહીં, પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે પણ આ અંગે નિવેદન બહાર પાડવું પડ્યું.

સરકારે કહ્યું છે કે,મેંટેનેંસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.એવી અપેક્ષા છે કે સપ્લાય ટૂંક સમયમાં શરૂ થશે. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ મોટા પાયે પાવર કટ નેશનલ ગ્રીડમાં ખામીને કારણે થયો હતો.

સોમવારે સવારે 7:34 વાગ્યે નેશનલ ગ્રીડ સિસ્ટમમાં આ ખામી સર્જાઈ હતી.પાકિસ્તાનના મંત્રાલયના નિવેદન પહેલા જ ત્યાંની ઘણી કંપનીઓએ સોશિયલ મીડિયા પર લોકોને પાવર ફેલ્યોર વિશે જણાવવાનું શરૂ કરી દીધું હતું.

ક્વેટા ઇલેક્ટ્રિક સપ્લાય કંપની (QESCO) અનુસાર, સિંધના ગુડ્ડુ વિસ્તારથી ક્વેટા જતી બે ટ્રાન્સમિશન લાઈનો ટ્રીપ થઈ ગઈ છે.જેના કારણે ક્વેટા સહિત બલૂચિસ્તાનના 22 જિલ્લામાં વીજળી સંકટ સર્જાયું છે.કરાચીના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઈ છે.