1. Home
  2. Tag "economic crisis"

આર્થિક સંકટ સહિતની સમસ્યા માટે ભારત કે અમેરિકા નહીં પરંતુ પાકિસ્તાન ખુદ જવાબદારઃ નવાઝ શરીફ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ હાલ પાકિસ્તાનમાં છે અને 2024 માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં સરકાર બનાવવા માટે વર્તમાન સરકારને નિશાન બનાવી રહ્યા છે. દરમિયાન એક જાહેર સભામાં તેમણે પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. નવાઝ શરીફે દેશમાં આર્થિક સંકટને લઈને અગાઉની ઈમરાન સરકાર અને સેનાને આડેહાથ લીધી હતી. […]

શ્રીલંકા, પાકિસ્તાન બાદ હવે ભારતનો અન્ય પડોશી દેશ બાંગ્લાદેશ આર્થિક સંકટમાં ફસાયું

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશોમાં સર્જાયેલો હાહાકાર હવે બાંગ્લાદેશ સુધી પહોંચી ગયો છે. ગયા વર્ષે, શ્રીલંકામાં આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાને કારણે, શેરીઓમાં હિંસા જોવા મળી હતી, જ્યારે હાલ દિવસોમાં પાકિસ્તાનમાં અશાંતિની સ્થિતિ છે. દરમિયાન હવે બાંગ્લાદેશમાં ડૉલરનું સંકટ પણ ઊભું થયું છે અને તે કાચા તેલની આયાતની ચૂકવણી પણ કરી શકતું નથી. એક અહેવાલ […]

આર્થિક સંકટનો સામનો કરતા પાકિસ્તાનમાં પ્રજાની સાથે પ્રાણીઓની હાલત દયનીય બની

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાંથી નીકળી રહેલા પાકિસ્તાનમાં સરકાર પ્રજાને રાહત આપવામાં સફળ રહી નથી, હવે જીવન જરુરી ચીજવસ્તુઓની અભાવની અસર માણસોની સાથે મુંગા પશુઓ ઉપર પણ પડી રહી છે. ગરીબ પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ છે કે પ્રાણીઓને પણ ખોરાક નથી મળી રહ્યો. અત્યાર સુધી માણસો લોટ માટે લડતા જોવા મળતા હતા, પરંતુ નવા ખુલાસાથી સમગ્ર […]

શ્રીલંકાને આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે સંપૂર્ણ સમર્થન આપશે ભારત: સીતારમણ 

દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે શ્રીલંકાના દેવાના મુદ્દાઓ પર એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજરી આપી હતી અને આર્થિક સંકટમાંથી ફસાયેલા દેશને બહાર કાઢવા માટે ભારતના સંપૂર્ણ સમર્થનની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. સીતારમને જણાવ્યું હતું કે ઋણ પુનર્ગઠન ચર્ચાઓમાં તમામ લેણદારો સાથે વ્યવહારમાં પારદર્શિતા અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે લેણદારો વચ્ચે સહકાર મહત્વપૂર્ણ છે. આ […]

આર્થિક સંકટમાંથી પસાર થતા શ્રીલંકાને IMF 3 બિલિયન ડોલરની નાણાકીય સહાય કરશે

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા પાટે ચડે તે માટે વિવિધ દેશોએ આર્થિક મદદ પુરી પાડી છે. ભારતે પડોશી પહેલો અનુસાર શ્રીલંકાને ચાર બિલિયન ડોલરની સહાય પુરી પાડી છે. દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ બોર્ડે ઋણમાં ડૂબેલા શ્રીલંકાને તેની આર્થિક કટોકટીમાંથી તરત જ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા […]

આર્થિક સંકટમાં મુકાયેલા પાકિસ્તાનના પરમાણુ બોમ્બ ઉપર દુનિયાની નજર, અમેરિકા છીનવી લે તેવી શકયતા

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. પીએમ શરીફ દેશના અર્થતંત્રને પાટે લાવવા માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માટે હાથ લંબાવી રહ્યાં છે. પરંતુ આતંકવાદ માટે પાકિસ્તાનની છબી ખરડાયેલી હોવાથી મોટાભાગના દેશો પાકિસ્તાન સાથે અંતર જાળવી રાખવાનું પસંદ કરે છે. બીજી તરફ પાકિસ્તાનમાં અણુબોમ્બ સલામત નહીં હોવાની ચર્ચા […]

પાકિસ્તાનઃ આર્થિક સંકટમાં ફસાયેલી પ્રજા ઉપર શરીફ સરકારે રૂ. 115 અબજનો ટેક્સનો બોજો લાદ્યો

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાનની પ્રજા ઉપર પીએમ શહબાઝ શરીફ સરકારે રૂ. 115 અબજનો ટેક્સ બોમ્બ ઝીંક્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ IMFની શરતોનું પાલન કરવા માટે મિનિ-બજેટ રજૂ કરવા માટે વટહુકમ બહાર પાડવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ શેહબાઝ શરીફ સરકારે રાત્રે ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ (FBR) તરફથી એક સૂચના […]

પાકિસ્તાનઃ ગણતરીના દિવસો સુધી આયાત કરી શકાય એટલુ વિદેશી હુંડીયામણ, મુદ્રા ભંડારમાં 16.1 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે અને દુનિયાના વિવિધ દેશો પણ પાકિસ્તાન સાથે અંતર વધારી રહ્યાં છે. વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. હવે 3 સપ્તાહ ચાલે એટલું જ વિદેશી મુદ્રા હોવાનું જાણવા મળે છે. હાલ 3.09 અબજ ડોલર છે. જો પાકિસ્તાન સરકાર આઈએમએફ પાસેથી તેમની શરતોના આધારે લોન […]

પાકિસ્તાનમાં આર્થિક સંકટઃ સરકારી કર્મચારીઓના પગારમાં 10 ટકા કાપ કરાશે

નવી દિલ્હીઃ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. દેશમાં વિદેશી મુદ્રા ભંડારની ભારે અછત સર્જાઈ છે. મોંઘવારી વધવાના કારણે સામાન્ય લોકો માટે બે ટાઈમનો રોટલો મેળવવો પણ મુશ્કેલ બની રહ્યો છે. પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. શાહબાઝ સરકાર કટોરો લઈને વિશ્વના દેશો પાસેથી આર્થિક […]

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વીજ પુરવઠો ખોરવાયો  

દિલ્હી:આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાનમાં સોમવારે સવારે મોટાપાયે પાવર કટ કરવામાં આવ્યો છે.હાલમાં દેશના ઈસ્લામાબાદ, કરાચી અને પેશાવર ક્ષેત્રના 22 જિલ્લાઓમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. એટલું જ નહીં, પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે પણ આ અંગે નિવેદન બહાર પાડવું પડ્યું. સરકારે કહ્યું છે કે,મેંટેનેંસનું કામ ઝડપથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code