Site icon Revoi.in

પ્રભાસની ‘સલાર’ આ દિવસે થશે રિલીઝ,હૃતિક-દીપિકા સાથે બોક્સ ઓફિસ પર ટક્કર લેશે ‘બાહુબલી’ સ્ટાર

Social Share

16 ઓગસ્ટ,મુંબઈ:’બાહુબલી’ સ્ટાર પ્રભાસના આગામી પ્રોજેક્ટ ‘સલાર’ને લઈને લોકોમાં જબરદસ્ત માહોલ છે. એક તો તેમાં પ્રભાસ જોરદાર એક્શન રોલમાં જોવા મળશે. ઉપરથી, આ ફિલ્મ ‘KGF’ ફ્રેન્ચાઇઝીના પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે.પ્રશાંત અને પ્રભાસનું કોમ્બિનેશન પડદા પર શું સર્જન કરશે તે વિચારીને ચાહકોના રૂવાંટા ઉભા થઇ ગયા છે.

‘સલાર’ના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.નિર્દેશક પ્રશાંત નીલની આ ફિલ્મ 28 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થશે.એટલે કે મોટા પડદા સુધી પહોંચવામાં એક વર્ષથી વધુ સમય લાગશે.

પ્રભાસની ‘સલાર’ જે તારીખે રિલીઝ થવાની છે તે તારીખ અગાઉ બીજી મોટી ફિલ્મ માટે રીઝર્વ હતી.હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની એરિયલ-એક્શન ફિલ્મ ‘ફાઇટર’ની રિલીઝ ડેટ પણ 28 સપ્ટેમ્બર 2023 છે.એવું માનવામાં આવે છે કે ‘ફાઇટર’ યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ સાથે સંબંધિત છે, જેમાં સલમાન ખાન ટાઇગરની ભૂમિકા ભજવે છે, અને ટૂંક સમયમાં શાહરૂખ ખાન ‘પઠાણ’ તરીકે એન્ટ્રી કરવા જઇ રહ્યો છે.

જો બંને ફિલ્મોની રિલીઝ ડેટમાં કોઈ ફેરફાર નહીં થાય તો આ દિવસ બોક્સ ઓફિસ માટે દિવાળીથી ઓછો નહીં હોય.જેમાં એક તરફ હૃતિક -દીપિકા અને બીજી તરફ પ્રભાસ હશે.તો બીજી તરફ પ્રભાસ.પ્રભાસ અને દીપિકા પણ ‘પ્રોજેક્ટ કે’ નામની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે.’ફાઇટર’ની જાહેરાત બાદથી ચાહકોમાં ભારે ઉત્તેજના છે અને લોકો ‘સલાર’ની રાહ જોઈ રહ્યા છે.

Exit mobile version