Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં પીએમ મોદીના આગમનની તૈયારીઓઃ સીએમ યોગી આજે અલીગઢ ખાતે કાર્યક્રમોની તૈયારીઓ સમિક્ષા કરશે

Social Share

દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી મરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બરના રોજ ઉત્રપર્દેશની મુલાકાતે આવનાર છે ત્યારે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી અને સંરક્ષણ કોરિડોર અલીગઢ નોડના શિલાન્યાસ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પીએમ મોદીના આગમનને લઈને અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

સીએમ યોગી આદિત્યનાથ આજરોજ એટલે કે બુધવારે અહીં તૈયારીઓની સમીક્ષા કરવા આવી રહ્યા છે.જેને લઈને મંગળવારે, જિલ્લા વિકાસ અને સુગર મિલના પ્રભારી મંત્રી સુરેશ રાણાએ અધિકારીઓ સાથે સ્થળ અને સંરક્ષણ કોરિડોરનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે કાર્યક્રમની તૈયારીઓમાં બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

જિલ્લા મેજિસ્ટ્રેટ સેલ્વા કુમારીના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા સીધા લખનૌથી લોધા કાર્યક્રમ સ્થળે પહોંચશે. ત્યાંના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ સર્કિટ હાઉસમાં અલીગઢ અને આગ્રા વિભાગના જનપ્રતિનિધિઓ સાથે એક બેઠક કરશે. આ સાથે વિભાગીય કામોને લગતી બેઠકો વિભાગીય અધિકારીઓ સાથે યોજાશે.

આ સાથે જ બીજા એક વરિષ્ઠ પોલીસ અધિક્ષકના જણાવ્યા પ્રમાણે કાયદા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શિકા જારી કરવામાં આવી ચૂકી છે. તેમના ડ્યુટી પોઇન્ટ પણ નક્કી કરવામાં આવી ચૂક્યા છે. મુખ્યમંત્રીના રૂટ ચાર્ટ મુજબ ટ્રાફિક અને ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનોના પાર્કિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
મંગળવારે પ્રભારી મંત્રી સુરેશ રાણાએ લોધા અને સંરક્ષણ કોરિડોરનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

આ સમગ્ર સ્થિતિ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ સેલ્વા કુમારી જે. અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક કલાનિધિ નાથાણીએ મંત્રીને તૈયારીઓ અંગે માહિતી આપી હતી. તેમણે મુખ્ય પંડાલ, પ્રેક્ષક ગેલેરી, પાર્કિંગ, મીડિયા સ્પેસ, વીવીઆઈપી ગેલેરી, સ્વિસ કુટીર, પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા વગેરે વિશે જણાવ્યું હતું.પીએમ મોદીના આગમનને લઈને સંપૂર્ણ તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.