Site icon Revoi.in

દિલ્હીમાં રામલીલાની તૈયારીઓઃ કોરોનાની રસીના બંને ડોઝ લેનાર કલાકાર લઈ શકશે ભાગ

Social Share

દિલ્હીઃ ઓક્ટોબર મહિનામાં થનારા રામલીલી મંચનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે કોરોનાની રસીના બંને ડોઝ લેનાર કલાકાર જ રામલીલામાં ભાગ લઈ શકશે. એટલું જ નહીં રસીના બંને ડોઝના સર્ટિફિકેટ દેખાડનાર દર્શકને જ રામલીલા જોવાની મંજૂરી આપવામાં આવશે.

ગત વર્ષે કોરોનાની મહામારીને પગલે લાલકિલા મેદાનમાં રામલીલાના મંચનનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જો કે, આ વર્ષે આયોજનને લઈને રામલીલા સમિતિ દાવો કરી રહી છે. સિવિલ લાઈન સ્થિત કાર્યાલય પર લવ-કુશ રામલીલા કમિટિએ રામલીલા મંચનને લઈને તૈયાર કરેલા 40 ગીત લોન્ચ કર્યાં છે. આ પ્રસંગ્રે સંગીત નિર્દેશક શંકર સાહની અને ગાયક ધર્મેન્દ્ર ઉપસ્થિત રહ્યાં હતા.

લવ-કુશ રામલીલા કમિટીના અધ્યક્ષ અશોક અગ્રવાલ અને મંત્રી અર્જુનકુમારે જણાવ્યું હતું કે, છ ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી રામલીલા મંચનની તૈયારીઓ કરી છે. લાલકિલા મેદાનમાં મંચનના આયોજનને લઈને આવેદન આપવામાં આવ્યું છે. રામલીલા મંચનના અલગ-અલગ દ્રશ્યો માટે 40થી વધારે ગીતને પ્રસ્તુત કરવામાં આવશે.

રામલીલા મંચન માટે બોલીવુડ કલાકારોને અત્યારથી માહિતગાર કરી દેવામાં આવ્યાં છે. તેમને 2 ઓક્ટોબર સુધી કોરોનાના બંને ડોઝના સર્ટિફિકેટ આપવાના રહેશે. દર્શકો માટે પણ કોરોના રસીના બંને ડોઝના સર્ટિફિકેટ જરૂરી છે.

દિલ્હીમાં કોરોનાની રસીકરણ અભિયાનને તેજ બનાવવામાં આવ્યું છે. તેમજ દરરોજ સરેરાશ 50 હજારથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. હાલ દિલ્હી પાસે લગભગ 2.40 લાખ જેટલા કોરોનાના ડોઝ ઉપલબ્ધ છે.