નવી દિલ્હી, 04 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના ભૂતપૂર્વ રાજ્યપાલ ડી. વાય. પાટિલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ડી. વાય. પાટિલ ખાસ કરીને પરોપકાર અને શિક્ષણના ક્ષેત્રમાં સમાજસેવાના અગ્રણી હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભૂતપૂર્વ રાજ્યપાલે હંમેશાં અન્ય લોકોના, ખાસ કરીને ગરીબોના જીવનને બહેતર બનાવવા માટે કામ કર્યું. તેમણે જણાવ્યું કે શોકના આ સમયમાં તેમની સંવેદનાઓ પાટીલના પરિવાર અને પ્રશંસકોની સાથે છે.
ગૃહમંત્રી અમિત શાહે પણ ડી.વાય. પાટિલના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને પ્રાર્થના કરી છે કે તેમને આ આઘાત સહન કરવાની શક્તિ મળે.
વધુ વાંચો: રમતગમત મંત્રીએ વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપના મેડલ વિજેતાઓનું સન્માન કર્યું

