Site icon Revoi.in

વડાપ્રધાન મોદી આજે ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે અમદાવાદમાં ટેસ્ટ મેચ નિહાળશે

Social Share

અમદાવાદ:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 4 મેચોની ટેસ્ટ સિરીઝની આ છેલ્લી મેચ છે.આ સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે.આ મેચની વિશેષતા એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સ્ટેડિયમમાં હાજર રહેશે

મળતી માહિતી મુજબ પીએમ મોદી અને એન્થોની અલ્બેનીઝ સવારે 8.30 વાગ્યે સ્ટેડિયમ પહોંચવાના છે. આ દરમિયાન બંને દિગ્ગજ નેતાઓ ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને મળશે.આ સાથે પીએમ મોદી અને એન્થોની અલ્બેનીઝ ખાસ રથમાં સવાર થઈને સ્ટેડિયમની મુલાકાત લેશે.ટોસ સવારે 9 વાગ્યે થશે, જ્યારે મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. મેચની શરૂઆત પહેલા બંને નેતાઓ સાઈટ સ્ક્રીનની સામે જ બેસી જશે.મેચ પહેલા સ્ટેડિયમ પહોંચ્યા બાદ ગુજરાતના સીએમએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 માર્ચે અમદાવાદ પહોંચ્યા છે. પીએમ મોદી ગવર્નર હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. જ્યારે બંને વડાપ્રધાન આજે સવારે લગભગ સાડા આઠ વાગ્યે સ્ટેડિયમ પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે બંને વડાપ્રધાન અહીં લગભગ 2 કલાક એટલે કે 10 થી 10-30 સુધી રોકાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ મેચ જોવાની સાથે કોમેન્ટ્રી પણ કરી શકે છે. સ્ટેડિયમમાંથી નીકળ્યા બાદ વડાપ્રધાન મોદી સીધા રાજભવન જશે. જ્યાંથી બપોરે 2 વાગે દિલ્હી જવા રવાના થશે.