Site icon Revoi.in

વડાપ્રધાન મોદી યુરોપિયન દેશોના પ્રવાસેઃ બર્લિનમાં પીએમનું ભવ્ય સ્વાગત

Social Share

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ યુરોપિયન દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં સોમવારે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી આજે અહીં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વાતચીત કરશે અને એક સમુદાય કાર્યક્રમને સંબોધશે.

વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, આજે બર્લિન પહોંચ્યો છું. આજે હું જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ઉદ્યોગપતિઓ સાથે વાર્તાલાપ કરીશ અને સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરીશ. હું માનું છું કે આ મુલાકાત ભારત અને જર્મની વચ્ચેની મિત્રતાને વેગ આપશે.”

વડાપ્રધાન મોદી આજે બર્લિનમાં સ્કોલ્ઝને મળશે અને છઠ્ઠી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શની સહ-અધ્યક્ષતા કરશે. સ્કોલ્ઝે ડિસેમ્બર 2021માં કાર્યભાર સંભાળ્યો ત્યારથી મોદી સાથે આ તેમની પ્રથમ મુલાકાત હશે. બંને નેતાઓ સંયુક્ત રીતે એક બિઝનેસ ઈવેન્ટને પણ સંબોધિત કરશે. મોદી જર્મનીમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે અને સંબોધન કરશે. વડાપ્રધાનની જર્મનીની આ પાંચમી મુલાકાત છે.