Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન ઉપર કર્યાં આકરા પ્રહાર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી તા. 7મી મેના રોજ લોકસભાની 25 બેઠકો ઉપર મતદાન યોજાવાનું છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં પ્રચાર-પ્રસાર વધારે તેજ બન્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આવ્યાં હતા. ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, કોંગ્રેસ પોતે તો બરબાદ થઈ ચુકી છે હવે દેશને બરબાદ કરવા નીકળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસા ઉપર હિમંતનગરમાં જંગી સભાને સંબોધી હતી.

ડીસામાં વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, લોકસભામાં સરકાર બનાવવા માટે 272થી વધારે બેઠકોની જરુર છે પરંતુ લોકસભાની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ રાજકીય પક્ષે 272 ઉમેદવાર ઉભા રાખ્યા નથી. હવે કોંગ્રેસ દેશની જનતાની મિલકતનો એક્સ-રે કરવાની વાત કરી રહ્યું છે. કોંગ્રેસ વારસાગત ટેક્સ નાખવાની તૈયારીઓ કરી રહ્યું છે. એટલે કે કોઈ વ્યક્તિનું નિધન થશે તો સરકાર તેની અડધી મિલ્કત લઈ જશે. એટલે જે જે તે વ્યક્તિના સંતાનોને અડધી જ મિલકત મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ પોતાની સુઝબુઝથી ક્યારેય અહીંયા અસ્થિર સરકાર નથી આવવા દીધી. ક્યારેય ગુજરાતની જનતાએ ટુંકાગાળાનો લાભ લેવાનો મોહ નથી રાખ્યો. ગુજરાતની જનતાએ એકવાર કોંગ્રેસને હટાવી પછી બીજીવાર તેને અહીં પગ નથી મુકવા દીધો.

હિંમતનગરમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના મામલે કોંગ્રેસ અને વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયાના બીજા દિવસે જ પ્રભુ શ્રી રામજીનું મંદિર બનવુ જોઈતું હતું. જો કે, જનતાએ લડાઈ લડવી પડી હતી. 75 વર્ષ સુધી કોંગ્રેસે મંદિરને બનતુ અટકાવવા પ્રયાસો કર્યો હતો. જો કે, કોર્ટે આદેશ કર્યોને મંદિર બન્યું હતું. મંદિરના ટ્રસ્ટીએ તમામ ભૂલ માફ કરીને કોંગ્રેસને આમંત્રણ પત્રિકા આપ્યું હતું. પરંતુ તેઓએ આમંત્રણ ઠુકરાવ્યું હતું. કેમ કે વોટની રાજનીતિ માટે, વોટબેંકની રાજનીતિમાં તેઓ સંતુલન ગુમાવી બેઠા છે. તેઓ કહેતા હતા કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર થશે તો દેશ તુટી જશે અને દેશમાં લોહીની નદીઓ પહેતી થશે, એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરમાં કોઈ તિરંગો ઉઠાવનાર નહીં મળે. પરંતુ આજે લાલચોકમાં આનબાન અને શાનથી તિરંગો લહેરાઈ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલા દેશ આતંકવાદની આગમાં સળગતું હતું. પરંતુ કોંગ્રેસને ખબર પડી કે પડોશી દેશમાં આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે. પરંતુ તે વખતની કમજોર સરકાર પાકિસ્તાનને માહિતી મોકલીને સંતોષ માનતું હતું. પરંતુ આજનો ભારત આતંકવાદીનો ઘરમાં ઘુસીને મારે છે. આપણા દેશમાં વોટબેંકની રાજનીતિનું કોઈ શિકાર થયું છે મુસ્લિમ બહેનો થઈ છે. રાજુકુમાર સંવિધાન લઈને ફરી રહ્યાં છે, પરંતુ શાહબાનું કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ છતા મુસ્લિમ બહેનોને સરક્ષણ આપ્યું નથી. પરંતુ ત્રણ તલાક ખતમ કરવાની માત્ર દીકરીઓ જ નહીં પરંતુ પરિવાર પણ ખુશ છે. મને વોટબેંકની ચિંતા ન હતી મને ચૂંટણીની હાર-જીતની ચિંતા નથી, એટલે જ તીન તલાક રદ કર્યો છે. આમ લાખો બહેનોની જીંદગી બચાવી છે. મોદીએ જે કામ કર્યાં છે જેનાથી કોંગ્રેસના રાજકુમારને તાવ આવી જાય છે અને કંઈ પણ બોલે છે. તે કહે છે કે, મોદી ત્રીજી વખત આવશે તો દેશમાં આગ લાગી જશે. નિરાશામાં ડુબેલી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે. 60 વર્ષ સુધી સત્તામાં રહ્યાં છતા આજે કોંગ્રેસની સ્થિતિ સારી નથી. આજે કોંગ્રેસના નેતાઓ દેશમાં વિભાજનની વાત કરી રહ્યાં છે.