Site icon Revoi.in

ભારતના શક્તિશાળી 100 આગેવાનોમાં ટોપ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ 2024ના સૌથી શક્તિશાળી ભારતીયોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ ઉપર છે. જ્યારે આ યાદીમાં ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રખ્યાત બિઝનેસમેન ગૌતમ અદાણી, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડનો પણ ટોપ 10માં સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને BCCI સચિવ જય શાહને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જાણીતા મીડિયા ગ્રુપ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વર્ષ 2024ના 100 સૌથી શક્તિશાળી ભારતીયોનો ઉલ્લેખ કરાયો છે. આ લિસ્ટમાંપીએણ મોદી પ્રથમ સ્થાને જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 16માં ક્રમે છે. આવી જ રીતે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 18માં ક્રમે છે.  

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના લોકપ્રિય નેતાઓમાં ટોપમાં સામેલ છે. એટલું જ નહીં ભારતની સાથે દુનિયાભરમાં તેમની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર 95.6 મિલિયન ફોલોઅર્સ છે. વિશ્વમાં કોઈ નેતાના આટલા ફોલોઅર્સ નથી.

પીએમ નરેન્દ્ર મોદી પછી બીજા એક શક્તિશાળી ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું નામ છે. તેઓ ભાજપના મુખ્ય રણનીતિકાર તરીકે જાણીતા છે. તેમના નેતૃત્વ હેઠળ, પાર્ટીએ ડિસેમ્બર 2023 માં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત હાંસલ કરી હતી. ભારતીય રાજકારણમાં કદાવર નેતાઓમાં અમિત શાહનો સમાવેશ થાય છે.

આ યાદીમાં RSSના વડા મોહન ભાગવતને પણ સ્થાન મળ્યું છે. તેઓ 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર અભિષેક સમારોહ દરમિયાન પીએમ મોદીની સાથે હતા.

મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂટની આગેવાની હેઠળની ખંડપીઠે આર્ટીકલ 370 દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની સામે થયેલી અરજીઓની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો હતો. આ ઉપરાંત અનેક મહત્વાના નિર્દેશ કર્યાં છે. નવેમ્બર મહિનામાં તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.

વિદેશ મંત્રી એસ.જયશંકરએ પોતાની મજબુત કૂટનૈતિક કૌશલથી નાગરિકોને પ્રભાવિત કર્યાં છે. રશિયાના તેલ પ્રતિબંધ અને ખાલિસ્તાન મુદ્દે તેમના તીખા જવાબોએ ભારતને વૈશ્વિક કુટનીતિની રમતમાં મજબુત સ્થિતિમાં લાગીને ઉભુ કરી દીધું છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ભાજપના કદાવર નેતાઓમાં સમાવેશ થાય છે. દેશમાં સૌથી વધારે બેઠકો ધરાવતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પ્રજાની સેવા કરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં ગુનાખોરી ડામવા સહિતના મહત્વના નિર્ણયની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે.