Site icon Revoi.in

દેશમાં ખેડૂતો પાસેથી ટેકના ભાવે 532.86 LMT કરતાં વધારે ડાંગરની ખરીદી

Social Share

દિલ્હીઃ દેશમાં ખેડૂતોને પોતોના પાકના પુરતા નાણા મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 532.86 LMT કરતાં વધારે ડાંગરની ખરીદી કરાઈ છે. દરમિયાન ચાલુ વર્ષે ખરીફ માર્કેટિંગ મોસમ (KMS) 2021-22 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)થી ડાંગરની ખરીદીની કામગીરી અગાઉના વર્ષની જેમ જ સરળતાથી કરવામાં રહી છે. પંજાબમાં સૌથી વધુ 1,86,85,532 MTની ખરીદી કરવામાં આવી છે.

સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર, લઘુતમ ટેકાના ભાવ 2021-22 દરમિયાન ડાંગરનું ઉત્પાદન કરતા ચંદીગઢ, ગુજરાત, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગાણા, રાજસ્થાન, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, NEF (ત્રિપુરા), બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી 532.86 LMT કરતાં વધારે ડાંગરની ખરીદી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રૂપિયા 1,04,441.45 કરોડના લઘુતમ ટેકાના ભાવ મૂલ્ય સાથે અંદાજે 64.07 લાખ ખેડૂતોને ફાયદો થયો છે.