Site icon Revoi.in

માટીના વાસણોમાં રાઘેંલુ ભોજન સ્વાદને કરે છે બમણો- કઈ રીતે કરશો માટીના વાસણની માવજત,જાણો

Social Share

આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે,પહેલાના સમયમાં માત્રને માત્ર માટીના વાસણોમાં ભોજન બનાવવામાં આવતુ હતું,આપણા દાદા પરદાદા કહેતા આવ્યા છે કે માટીના વાસણમાં બનાવેલી રસોઈ સ્વાદિષ્ટ તો હોય જ છે પરંતુ સાથે સાથે તેમાં રહેલા તત્વો પણ જળવાઈ રહે છે.જેના કારણે માટીના વાસણમાં બનેલો ખોરાક ખૂબજ ગુણકારી હોય છે.

માટીના વાસણમાં ખાવાનો સ્વાદ કંઈક જુદો જ છે. જો કે, હવે માટીના વાસમઓ હવે શહેરોમાં લોકો ઉપયોગમાં લેતા નથી. પરંતુ આજે પણ તેનો ઉપયોગ ક્યાકને ક્યાક તો થઈ જ રહ્યો છે,જેમ કે કુલ્હડી વાળી ચા, કુલ્ડી વાળઈ રબડી આજે પણ ચલણમાં છે,અને તેનો સ્વાદ અલગ જ આવે છે,. આવી સ્થિતિમાં, જો આખો ખોરાક માટીના વાસણોમાં બનાવવામાં આવે છે, તો સ્વાદને બે ગણો કરી શકાય છે. આયુર્વેદ દ્વારા માટીના વાસણોમાં ખોરાક રાંધવાની સલાહ છે.

મોટીના વસણ ખરીદતી વખતે શું ધ્યાન રાખવુંઃ

સ્ટીલ અને નોન સ્ટીકની તુલનામાં માટીની હાંડી સસ્તી તો હોય જ છે. તે કોઈપણ દુકાનમાં સરળતાથી મળી રહે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે તેમને ખરીદો છો, ત્યારે સંપૂર્ણ તપાસ કરો કે તેમાં કોઈ છિદ્રો અથવા તિરાડ તો નથી ને નહી તો તેલ લીક થાય છે.આ સાથે જ બે કલરમાં વારણ હોય છે કાળી માટી અને લાલ માટી ,બન્ને માટીના વાસણો ગુણકારી જ હોય છે.
સૌથી પહેલા માટીન વાસણ બજારથી ઘરે ખરીદીને લાવ્યા પછી તેના પર ખાદ્યતેલ જેમ કે સરસવનું તેલ, રિફાઈંડ તેલ વગેરે લગાવીને વાસણમાં ત્રણ ચોથાઈ પાણી ભરીને રાખી દો. ત્યારબાદ વાસણને ધીમા તાપ પર રાખીને ઢાકીને રાખો. 2-3-. કલાક રાંધ્યા પછી તેને ઉતારી લો અને ઠંડુ થવા દો. તેનાથી માટીના વાસણ સખત અને મજબૂત થઈ જશે

માટીના વાસણમાં બનતા ભોજનના ફાયદા

રસોઈ થઈ ગયા બાદ માટીના વાસણો કંઈ રીતે સાફ કરવા

ખાસ સકરીને માટીના વાસણને ઘોવા ખૂબ કાળજી લેવા બરાબર છે,અને એટલે જ લોકો તેની ખરીદી કરતા પણ કચકાઈ છે,લોકો ઘણી વાર તે ખરીદવાનું ટાળે છે માટીના વાસણો ધોવા ખૂબ જ સરળ છે. આ માટે તમારે કેટલાક કેમિકલવાળા સાબુ ​​અથવા લિક્વિડની જરૂર નહી પડશે. તમે આ વાસણોને ફક્ત ગરમ પાણીની મદદથી સાફ કરી શકો છો. ચીકણા વાસણો સાફ કરવા માટે તમે પાણીમાં લીંબુ નિચોડીને પણ નાખી શકો છો. જો તમારે વાસણો ઘસીને સાફ કરવા ઈચ્છો છો તો નાળિયેરની છાલનો ઉપયોગ કરો