Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદી માહોલઃ 207 જળાશયોમાં 46.91 ટકા પાણીનો સંગ્રહ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની સતત વક થઈ રહી છે. હાલ 207 જળાશયોમાં 46.91 ટકા જેટલુ પાણી જમા થયું છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સંગ્રહ ક્ષમતાના 48 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના લગભગ 21 જળાશયો છલકાયાં છે.

પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના 30 જળાશયોમાં 70 થી 100 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે 27 જળાશયોમાં 50 થી 70 ટકા, 51 જળાશયો (સરદાર સરોવર સહિત)માં 25 ટકાથી 50 ટકા પાણીનો સંગ્ર થયો છે. જ્યારે 77 જળાશયોમાં 25 ટકા કરતા ઓછો પાણીનો સંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 15, મધ્ય ગુજરાતમાં 17, દક્ષિણ ગુજરાતમાં 13, કચ્છમાં 20 અને સૌરાષ્ટ્રમાં 141 જળાશયોનો સમાવેશ થાય છે. 27 જળાશયો હાઇ એલર્ટ પર અને 12 જળાશયો એલર્ટ પર રાખવામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસાદને પગલે નદીઓ અને જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે, અનેક નદીઓ અને નાળાઓ છલકાયાં છે.