Site icon Revoi.in

રાજકોટ: પેટ્રોલ-ડીઝલ-સીએનજી બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની હાલત ખરાબ

Social Share

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. કપાસ મગફળી સહિતના ખેત પાકોની માર્કેટમાં અછતના કારણે ભાવમાં વધારો થયો છે. સીગતેલમાં 10 દિવસોમાં 75 રૂપિયાનો વધારો થતા 2730નો રૂપિયાનો ડબ્બો થયો છે જ્યારે કપાસ તેલમાં 10 દિવસોમાં 50 રૂપિયા વધતાં 2725 રૂપિયાનો ડબ્બો થયો છે અને પામોલીન તેલમાં 10 દિવસોમાં 50 રૂપિયાનો વધારો થતાં 2470 રૂપિયાનો ડબ્બો થયો છે.

જો કે સૂત્રોના કહેવા પ્રમાણે બજારમાં પુરતા પ્રમાણમાં સ્ટોક હોવાની સંભાવના છે પરંતુ જમાખોર લોકોના કારણે ભાવમાં વધારો જોવા મળે છે. સૂત્રોના કહેવા પ્રમાણે કેટલાક મોટા વેપારીઓ દ્વારા તેલની આવકને સ્ટોર કરવામાં આવી હોવાની આશંકા છે અને માર્કેટમાં જરૂરીયાત પ્રમાણે સ્ટોક ન મળતા તેલના ભાવ વધી ગયા છે. ઉલ્લેખનીય છે સૂત્રો દ્વારા તે પણ આશંકા દર્શાવવામાં આવી હતી કે લીંબુના સ્ટોકને પણ કેટલાક મોટા માથા દ્વારા સ્ટોર કરવામાં આવ્યા છે અને જેના કારણે બજારમાં લીંબુની અછત સર્જાય છે અને લોકો મોંઘા ભાવે પણ લીંબુ ખરીદવા મજબૂર થાય છે.

વધારે ધનવાન લોકો દ્વારા ટુંક સમયમાં વધારે પૈસા કમાવવાનો આ ધંધો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે જેમાં તેઓ ક્યારેક ડુંગળી-ટામેટા-બટાકા તો ક્યારેક તેલના ડબ્બા અને અન્ય શાકભાજીના સ્ટોકને મોટી સંખ્યામાં ભેગા કરી રાખવામાં આવતા ભાવ વધી જતા હોય છે.