Site icon Revoi.in

રાજકોટ :સિંગતેલ અને કપાસિયા તેલ થયું મોંધુ,જાણો જનતા પર કેટલો બોજો પડશે

Social Share

રાજકોટ:દિવસે ને દિવસે મોંધવારી વધી રહી છે.વધતી જતી મોંધવારીએ ઘર ચલાવવું મુશ્કેલ બનાવી દીધું છે.આ પહેલા પેટ્રોલ-ડીઝલ,ગેસ,શાકભાજી અને કઠોરના ભાવમાં વધારો જોવા મળ્યો ,ત્યાં હવે ફરી ખાદ્યતેલના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલનો ભાવ 20 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ 30 રૂપિયા વધ્યો છે.

કપાસિયા તેલ છેલ્લા ચાર વર્ષની સરખામણીએ ચાલુ મહિનામાં સૌથી ઉંચા ભાવ છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2690 નો થયો છે.જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.2640 થયો છે.આમ બંને તેલના ભાવમાં ફક્ત 50 રૂપિયાનો જ તફાવત છે.

માર્ચ એન્ડિંગ હોવાથી માર્કેટ યાર્ડ બંધ છે. જેના કારણે ખેડૂતોનો માલ આવતો નથી.આ તકનો લાભ લઈને સંગ્રહખોરો પોતાની પાસે રહેલી મગફળી- કપાસ ઊંચા ભાવે વેચી રહ્યા છે..જેથી સિંગતેલ અને કપાસિયા તેલમાં વધુ ભાવ જોવા મળે છે.

જો અન્ય તેલના ભાવની વાત કરીએ તો પામોલીન તેલ રૂ.2370, સરસવ રૂ.2500, સન ફ્લાવર રૂ.2470, કોર્ન ઓઈલ રૂ.2340, વનસ્પતિ ઘી રૂ.2530, કોકોનેટ રૂ.2620, દિવેલ રૂ.2400ના ભાવે વેચાઈ રહ્યું છે.

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો આવ્યો છે. જો કે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે.