Site icon Revoi.in

રામનગરી અયોધ્યાના વિકાસ માટે એમપી-યુપી સાથે મળીને કરશે કામ – ઈન્દોરની તર્જ પ  વિકાસ માટે કરાર પર કર્યા હસ્તાક્ષર

Social Share

દિલ્હીઃ-રામમંદિરનને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા ણળી રહ્યો છે, રામનગરી અયોધ્યાના વિકાસને લઈને અનેક અવનવી યોજનાઓ ઘડવામાં આવી રહી છે,ત્યારે હવે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સમાવિષ્ટ પામેલું શહેર ઇન્દોર મોડેલ મુજબ, રામનગરીને આંતરરાષ્ટ્રીય સુવિધાઓવાળા પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. આ કાર્ય માટે અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન અને આઈઆઈએમ ઇન્દોર વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. આ અંતર્ગત આઈઆઈએમ ઇન્દોર ત્રણ વર્ષ સુધી અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને આ અંગેનું તમામ કાર્ય કરશે.

આ બન્ને શહેરો વચ્ચે થયેલા કરાર મુજબ, IIM હવે અયોધ્યામાં એક આધ્યાત્મિક અને ધાર્મિક પર્યટન સ્થળ તરીકે સ્વચ્છતાના ધોરણોને જાળવી રાખશે. આ કરાર પર આઈઆઈએમના ડિરેક્ટર હિમાંશુ રોય અને અયોધ્યા મ્યુનિસિપલ કમિશનર વિશાલ સિંહે હસ્તાક્ષર કર્યા હતા.

માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર ની વ્યૂહરચના પર આધારિત આ કરાર હેઠળ અયોધ્યાને સ્વચ્છ બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સ્વચ્છતા રેન્કિંગમાં ઈન્દોર પ્રથમ ક્રમે હોવાને કારણે,આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ઇન્દોરની તર્જ પર અયોધ્યામાં ક્ષમતા નિર્માણ અને તાલીમનું કાર્ય કરવામાં આવશે.

આ સાથે જ ટ્રાફિકને પહોંચી વળવા માટે રસ્તાઓ પણ પહોળા કરવામાં આવશે. શહેરી વિકાસ મંત્રીએ  કહ્યું કે માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહારને લગતા પ્રથમ કામ અયોધ્યામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ આ કાર્ય હાથ ધરવામાં આવશે.

સાહિન-