Site icon Revoi.in

“ચોથી પત્નીને 30000નું ભરણ-પોષણ આપો”: રામપુરના MP મોહિબુલ્લા નદવીને HCનો આદેશ

સમાજવાદી પાર્ટીના સાંસદ મોહબિલ્લાહ નદવી

Social Share

. સમાજવાદી પાર્ટીના સાંસદને અલ્હાબાદ હાઈકોર્ટનો ઝાટકો

. આગ્રા ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કરવા માટે કરાઈ હતી અરજી

. 2020માં ચોથી પત્ની રુમાના પરવીને દાખલ કર્યો હતો કેસ

રામપુર: કૌટુંબિક વિવાદના કેસમાં ઉત્તરપ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે રામપુરના સાંસદ મોહબુલ્લા નદવીને કડક આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે ચોથી પત્ની રુમાના નદવીને વચગાળાની વ્યવસ્થાના રૂપમાં દર મહિને 30 હજાર રૂપિયાનું ભરણ-પોષણ આપવામાં આવે. હાઈકોર્ટે આ આદેશ ક્રિમિનલ રિવ્યૂ પિટીશન પર આપ્યો છે. સાંસદે આગ્રા ફેમિલી કોર્ટનો એક આદેશ રદ્દ કરવાની માગણી સાથે અરજી દાખલ કરી હતી.

મીડિયા અહેવાલો મુજબ, હાઈકોર્ટના જસ્ટિસ જે.જે.મુનીરની ખંડપીઠે કેસની સુનાવણી દરમિયાન કહ્યું, કૌટુંબિક વિવાદનું સંભવિત સમાધાન શોધવામાં આવે. હાઈકોર્ટે આ કૌટુંબિક વિવાદના ઉકેલ માટે મધ્યસ્થને નિયુક્ત કર્યો છે. કોર્ટે મધ્યસ્થને ત્રણ માસને સમય આપ્યો છે, જેથી તે મધ્યસ્થતાના પરિણામ સાથે સંબંધિત પોતાનો રિપોર્ટ અદાલત સમક્ષ રજૂ કરી શકે. સુનાવણી દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું છે કે આ મામલાને ખંડપીઠ સાથે વિલંબિત અથવા આંશિકપણે સુનાવણી કરાયેલો માનવામાં આવે નહીં.

સાંસદની વિરુદ્ધ 2020માં તેમની ચોથી પત્ની રુમાના પરવીને કેસ દાખલ કરાવ્યો હતો. તેના પછી કોર્ટના આદેશ પર સીઆરપીસીની કલમ-127માં મામલો નોંધવામાં આવ્યો હતો. આ મામલામાં પહેલી આપ્રિલ, 2004ના આગ્રા ફેમિલી કોર્ટના ન્યાયાધીશે એક આદેશ આપ્યો હતો, તેને રદ્દ કરાવવા માટે રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબુલ્લાહ નદવીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પર સાંસદના વકીલે કોર્ટને આ મામલાની મધ્યસ્થતા કેન્દ્રને મોકલવાનો આગ્રહ કર્યો હતો.