Site icon Revoi.in

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્યોના સહકારનું રેન્કિંગઃ ગુજરાત અને કર્ણાટક શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્ય જાહેર

Social Share

અમદાવાદઃ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્યોના સહકારનું રેન્કિંગ કવાયતના ત્રીજા સંસ્કરણના પરિણામો નવી દિલ્હીમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ કાપડ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાત અને કર્ણાટક રાજ્યોની શ્રેષ્ઠ પ્રદર્શનકર્તા શ્રેણીમાં ઉભરી આવ્યા છે જેમાં દિલ્હીનો NCT પ્રદેશ પણ સામેલ છે. કેન્દ્રશાસિત પ્રદેશ (UT) અને પૂર્વોત્તર રાજ્યો (NE)માં આ ટોચનું સન્માન મેઘાલયને પ્રાપ્ત થયું છે. ટોચના પ્રદર્શનકર્તાની શ્રેણીમાં રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગાણાને પુરસ્કાર પ્રાપ્ત થયો છે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ (UT) અને પૂર્વોત્તર રાજ્યો (NE)માં ટોચના પ્રદર્શનકર્તા પુરસ્કાર જમ્મુ અને કાશ્મીરને પ્રાપ્ત થયો છો.

આસામ, પંજાબ, તમિલનાડુ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ અગ્રણી શ્રેણીમાં પુરસ્કાર વિજેતાઓ જાહેર થયા છે જ્યારે આ શ્રેણીમાં જ UT અને પૂર્વોત્તર માટે આ સન્માન આદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ અને ગોવાને પ્રાપ્ત થયું છે. મહત્વાકાંક્ષી અગ્રણી રાજ્યોમાં ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રહ્યા છે જ્યારે આ કેન્દ્રશાસિત પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યો માટે મહત્વાકાંક્ષી અગ્રણી તરીકે ચંદીગઢ, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ, હિમાચલ પ્રદેશ, મણીપુર, નાગાલેન્ડ, પુડુચેરી, ત્રિપુરા જાહેર કરવામાં આવ્યા છે. ઉભરતી સ્ટાર્ટ ઇકોસિસ્ટમ શ્રેણીના રાજ્યોમાં આંધ્રપ્રદેશ અને બિહાર છે જ્યારે UT/NEમાં મિઝોરમ અને લદાખ આવ્યા છે.

આ પ્રસંગ્રે પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ONDC (ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ) હજારો સ્ટાર્ટ-અપ્સને જન્મ આપવાની શક્તિ ધરાવે છે. ભારતમાં UPIને ઘણી મોટી સફળતા પ્રાપ્ત થઇ છે, જેણે ભારતમાં પેમેન્ટ સિસ્ટમનું લોકશાહીકરણ (ડેમોક્રેટાઇઝેશન) કર્યું છે. આવનારા 5 વર્ષમાં, અમે ONDC સમગ્ર ભારતમાં ઇ-કોમર્સનું લોકશાહીકરણ કરીશું. આવું એટલા માટે થશે, કારણ કે આપણી પાસે અમુક હજાર અથવા તેથી વધુ સ્ટાર્ટ-અપ્સ હશે અને અમુક સેંકડો યુનિકોર્ન હશે. 100 બિલિયન અથવા એક ટ્રિલિયનના કદની ત્રણ કંપની હોવાને બદલે, તમારી પાસે એક અબજ ડૉલરની એક હોય તેવી હજાર કંપનીઓ હશે. ONDC પાસે તે કરવાની સત્તા છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી તમામ સ્ટાર્ટ-અપ સંબંધિત યોજનાઓની મદદથી જિલ્લાઓમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી. તેમણે વધુ સ્ટાર્ટ-અપ્સને ઓનબોર્ડ લાવવાની અને તેમની નોંધણી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના કારણે ક્રિકેટના મેદાનનું લોકશાહીકરણ થયું છે તેવી જ રીતે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનું લોકશાહીકરણ કરવાની મોટી તક છે. નવતર આઇડિયા ધરાવતા હોય તેમને  સહકાર મેળવવામાં આનાથી મદદ થશે અને તેમના આઇડિયાને સાર્થક કરવામાં મદદ કરશે.