Site icon Revoi.in

ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસનો લાભ થયોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Social Share

અમદાવાદઃ ગુજરાતના મહેમાન બનેલા વડાપ્રધા નરેન્દ્ર મોદીએ રાજકોટના આડકોટની મુલાકાત લીધી હતી. આટકોટમાં પીએમ મોદીએ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસનો લાભ થયો છે. તેમજ રાજ્યમાં મેડિકલ કોલેજમાં વધારાની સાથે મેડિકલની બેઠકમાં પણ વધારો થયો છે.

રાજકોટના આટકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની મુલાકાત બાદ પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. પીએમની જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “આજે જ્યારે ગુજરાતની ધરતી પર આવ્યો છું તો મારું માથું નમીને ગુજરાતના દરેક નાગરિકનો આદર કરવા ઈચ્છું છું. તમે મને જે સંસ્કાર અને શિક્ષા આપી, સમાજ માટે જીવવાની વાત શીખવાડી, તેના કારણે મેં માતૃભૂમિની સેવામાં કોઈ કસર નથી છોડી.” આ સાથે ગુજરાતના વિકાસ અંગે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસનો લાભ ગુજરાતને મળ્યો છે, અભૂતપૂર્વ સ્પીડથી અભૂતપૂર્વ સ્કેલ પર આજે ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ આગળ ધપી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, “2001 માં ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજો હતી અને 1100 બેઠકો હતી, પરંતુ આજે રાજ્યમાં કુલ મળીને 30 મેડિકલ કોલેજો છે અને મેડિકલ બેઠકો 8000ને પહોંચી ગઈ છે. એક જમાનો હતો કે ઉદ્યોગની વાત આવે તો માત્રને માત્ર વડોદરાથી વાપી નેશનલ હાઈવે પર બંને બાજુ કારખાના દેખાતાં હતાં પણ આજે તમે ગુજરાતની કોઈ પણ દિશામાં જાઓ, નાના-મોટા કારખાનાઓ ઉદ્યોગો, પ્રવૃતિ પૂરજોશમાં ચાલી રહી છે.”

Exit mobile version